આમચી મુંબઈ

‘ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ’નું નવું નામકરણ થયું, જાણો કેમ?

મુંબઈઃ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ, એ ધારાવીને સુધારવાની મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરતી કંપનીનું નામ છે. પરંતુ હવે તેમણે આ પ્રોજેક્ટના હેતુને લક્ષમાં લઈને પોતાનું રિબ્રાન્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. રિબ્રાન્ડિંગના કેન્દ્રમાં કંપનીનું નામ બદલીને નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (એનએમડીપીએલ) કરવામાં આવ્યું છે – જે કંપનીના આધુનિક, સમાવિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયના નિર્માણના વચન સાથે મેળ ખાય છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે. ‘નવભારત’ નામનો અર્થ થાય છે “નવું ભારત”, આ પ્રોજેક્ટ ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાની વિશાળ સંભાવના દર્શાવે છે. મેગા હાથ ધરવામાં આવેલા કામના તીવ્ર સ્કેલ અને અસરને હાઇલાઇટ કરે છે, જ્યારે ડેવલપર્સ એક સમૃદ્ધ સમુદાયના નિર્માણમાં કંપની જે ભૂમિકા ભજવવા માગે છે તે તરફ નિર્દેશ કરે છે.

એનએમડીપીએલ એ મહારાષ્ટ્ર સરકાર, ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી), સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) અને અદાણી ગ્રૂપ વચ્ચેની કડી છે. ડીઆરપી (ધારાવી રિડેવલપમેન્ટ ઓથોરિટી), એ ધારાવીના પુનઃવિકાસ સાથે કામ કરતી મહારાષ્ટ્ર સરકારની વિશેષ આયોજન સત્તા છે. તેથી આ નામ અને ધારાવી રિડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે કોઈ ગૂંચવણ ઉભી ન થાય તે માટે પણ નામમાં બદલાવ જરૂરી હોવાનું કંપનીના ધ્યાનમાં આવ્યું હતું. કેમકે પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર સરકારની ભૂમિકા અને ડીઆરપી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે દેખરેખની સત્તા તરીકે યથાવત છે.

Also read: ધારાવીની ધમાલ: ત્રણ જણની ધરપકડ…

આ પ્રોજેક્ટ ધારાવીકરો માટે આધુનિક આવાસ પ્રદાન, તેમની સહજ ઉદ્યોગસાહસિક ભાવના જાળવીને તેમના જીવનમાં પરિવર્તન, માનવ-કેન્દ્રિત જગ્યાઓનું પુનઃનિર્માણ, પરિવહન કનેક્ટિવિટી, વીજળી, પાણી અને ઇન્ટરનેટની અત્યાધુનિક આવશ્યકતાઓને પૂર્ણ કરવા છે. તેનાથી નાગરિક સુવિધાઓ સાથે સ્વચ્છ વાતાવરણનું નિર્માણ થશે, જે તમામ બેન્ચમાર્કમાં શ્રેષ્ઠ હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button