આમચી મુંબઈ

ધારાવી રિડેવલપમેન્ટમાં ‘હાઉસિંગ ફોર ઓલ’ રિડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન બહાર પાડવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીનો પુનર્વિકાસનો માસ્ટર પ્લાન આવતા મહિનામાં નાગરિકો માટે જાહેર કરવામાં આવવાનો છે. હાલ ઓથોરિટી દ્વારા ધારાવીમાં સર્વે ચાલી રહ્યો છે, જોકે ધારાવી રિડેવલમપેન્ટ પ્લાન હેઠળ ઈતિહાસમાં પહેલી વખત ‘હાઉસિંગ ફોલ ઓલ’ એટલે કે જેઓ ઘર મેળવવાને અપાત્ર છે, તેમને પણ આ પ્રોજેક્ટ હેઠળ ઘર મળવાના છે એવો દાવો ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે. ધારાવીની જમીન ૫૪૫ એકરની છે. ધારાવી રિડેલવપમેન્ટ પ્રોેજેક્ટમાં હાલ જમીનનો કબજો મેળવવાની પ્રક્રિયા એક તરફ ચાલી રહી છે. કમેન્સમેન્ટ સર્ટિફિકેટ મળ્યા બાદ સાત વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનું લક્ષ્યાંક છે. આવતા મહિને પબ્લિક ડોમેન પર માસ્ટર પ્લાન જાહેર કરવામાં આવવાનો છે. પૂરા પ્રોજેક્ટનો ખર્ચ લગભગ બેથી ત્રણ લાખ કરોડ રૂપિયાનો છે, જેમાં લોકોના પુનર્વસન પાછળ જ ૨૫,૦૦૦ કરોડનો ખર્ચ થવાની શક્યતા છે.

હાલ ધારાવીમાં ઘરોની સાથે જ ધાર્મિક સ્થળોનું સર્વેક્ષણ ચાલી રહ્યું છે. તમામ સમાજના પ્રાર્થના સ્થળના પુનર્વસન માટે સમિતિની સ્થાપના કરવામાં આવી છે. પ્રાર્થના સ્થળની સંખ્યા લગભગ ૩૦૦ છે, જેમાં ૯૦ પ્રાર્થના સ્થળના અને ૫૩ હજાર ઝૂંપડાંના સર્વેક્ષણ પૂરાં થયાં છે. ધારાવીમાં લગભગ એક લાખ ચાર હજાર કરતા વધુ ઝૂંપડાં છે. આ સર્વેક્ષણમાં રહેવાસી, ઔદ્યોગિક એ વ્યવસાયિક બાંધકામનો પણ સમાવેશ થાય છે અને માર્ચ અંત સુધીમાં સર્વેક્ષણ પૂરો થશે એવું ધારાવી રિડેલવપેન્ટ પ્રોજેક્ટ ઓથોરિટીના ચીફ એક્સિઝક્યુટિવ ઓફિસર એસ.વી.આર. શ્રીનિવાસે જણાવ્યું હતું.

Also read: ધારાવી રિડેવલપમેન્ટ માટે સર્વેક્ષણ શરૂ

પહેલી જાન્યુઆરી ૨૦૦૦ પહેલા ગ્રાઉન્ડ ફલોર પરના રહેવાસીઓને ધારાવીમાં ૩૫૦ ચોરસ ફૂટના ઘર મફતમાં મળવાના છે. પહેલી જાન્યુઆરી, ૨૦૦૨થી પહેલી જાન્યુઆરી ૨૦૧૧ દરમ્યાન ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના રહેવાસીઓને ધારાવીની બહાર ૩૦૦ ચોરસ ફૂટના ઘર ૨.૫ લાખમાં વડા પ્રધાન આવાસ અંતર્ગત મળવાના છે. તો ૧૫ નવેમ્બર, ૨૦૨૨ સુધીના ઉપરના તમામ માળના બાંધકામ સહિત એક જાન્યુઆરી, ૨૦૧૧થી પહેલી નવેમ્બર, ૨૦૨૨ દરમ્યાન બાંધવામાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના ઝૂંપડનાને ધારાવીથી બહાર ભાડાંના સ્વરૂપના ઘર આપવામાં આવશે. તેમને ભાડામાં આવેલું ઘર વેચાતું લેવાનો પ્રયાય ઉપલબ્ધ રહશે. તેમના ઘર ૩૦૦ ચોરસ ફૂટ સુધીના હશે. નવેમ્બર, ૨૦૨૨માં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની અદાણી પ્રોપર્ટીએ ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ માટે સૌથી મોટી ૫,૦૬૩ કરોડ રૂપિયાની બોલી લગાવીને ધારાવી રિડેલપમેન્ટનું કામ મેળવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button