Video: ફેરવેલ સ્પિચ આપતા 20 વર્ષીય વિદ્યાર્થીની ઢળી પડી, સ્ટેજ પર જ મોત નીપજ્યું…

શિવધારા: છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં હૃદય રોગના હુમલા અને હૃદય સંબંધિત અન્ય સમસ્યા વધી રહી છે. મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં એક 20 વર્ષની યુવતીનું હાર્ટ અટેકને કારણે મોત નીપજ્યું હતું. પરાંડા તાલુકાના શિંદે કોલેજમાં ભણતી વિદ્યાર્થી વર્ષા ખરાટ સ્ટેજ પરથી ફેરવેલ સ્પિચ આપી રહી હતી, અને અચાનક ઢળી પડી હતી, અને હોબાળો મચી ગયો.
કોલેજમાં 20 વર્ષની વિદ્યાર્થીની વર્ષા ખરાટે સ્મિત સાથે પોતાનું વિદાય ભાષણ શરૂ કર્યું, તે આનંદ સાથે તેના મિત્રો અને શિક્ષકોને સંબોધી રહી હતી, પણ થોડીવારમાં તેનો ચહેરો ફિક્કો પડવા લાગ્યો અને અચાનક વર્ષા સ્ટેજ પર ઢળી પડી. થોડી ક્ષણોમાં જ વર્ષા મૃત્યુ પામી. વર્ષા સ્ટેજ પર ઢળી પડતા તરત જ કેટલાક લોકો તેની દોડી આવ્યા હતા અને તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા લોકોને લાગ્યું કે નબળાઈ કે ચક્કર આવવાને કારણે વર્ષાને આવું થયું હશે. પરંતુ થોડા સમય બાદ પણ વર્ષા ભાનમાં ન આવી, ત્યારે તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
અહેવાલ મુજબ વર્ષા આઠ વર્ષની હતી ત્યારે તેની હાર્ટ સર્જરી થઈ હતી. જોકે, છેલ્લા 12 વર્ષથી તે સંપૂર્ણપણે સ્વસ્થ હતી અને તે કોઈ દવા પણ ન હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે વર્ષાના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોઈ શકે છે.
આપણ વાંચો : રિવોલ્વરની ધાકે યુવતી પર બળાત્કાર કરનારો રીલ્સ સ્ટાર નાશિકમાં પકડાયો