આમચી મુંબઈમહારાષ્ટ્ર

જો રાજ્ય સરકાર ધનગર આરક્ષણ માટે જીઆર કાઢશે તો 65 વિધાનસભ્યો રાજીનામું આપશે, જાણો કોણે આપી આ ચેતવણી….

મહારાષ્ટ્રમાં ધનગર સમુદાય માટેના આરક્ષણનો મુદ્દો પેટ્યો છે. ધનગર સમુદાય તેમની અનામત શ્રેણીમાં વિચરતી જાતિ (NT) માંથી અનુસૂચિત જનજાતિ (ST)માં ફેરફારની માંગ કરી રહ્યો છે. ધનગર સમુદાયને વિચરતી જનજાતિ (C) કેટેગરી હેઠળ શિક્ષણ અને નોકરીઓમાં 3.5 ટકા અનામત મળે છે. તેઓ માંગ કરી રહ્યા છે કે તેમને અનુસૂચિત જનજાતિ હેઠળ મૂકવામાં આવે, જેમાં 7 ટકા અનામત મળે છે. એમ જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર આજે ધનગર આરક્ષણનો જીઆર બહાર પાડવાની તૈયારી કરી રહી છે.

તે સમયે એનસીપી અજિત પવારના જૂથના વિધાનસભ્ય નરહરિ જીરવાલે ચેતવણી આપી છે કે જો રાજ્ય સરકાર ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિ શ્રેણીમાંથી અનામત આપવા માટે સરકારી વટહુકમ (GR) બહાર પાડશે તો રાજ્યના 60 થી 65 વિધાન સભ્ય રાજીનામું આપશે.

મુંબઇમાં મીડિયા સાથે વાત કરતા જિરવાલે જણાવ્યું હતું કે, સરકાર કોઈપણ અભ્યાસ વગર આ નિર્ણય લઈ રહી છે, જેનો તેઓ વિરોધ કરે છે. નરહરિ જીરવાલે ધનગર સમાજને અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી અનામત આપવા સામે પોતાનો સ્પષ્ટ વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના પક્ષે આદિવાસી વિધાન સભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભવિષ્યની રણનીતિ શું હોવી જોઈએ તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

જિરવાલે એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે ધનગર અને ધનગડ બંને સમાજ અલગ હોવાનું કહ્યું હોવા છતાં રાજ્ય સરકાર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધનગર અનામત માટેનો જીઆર બહાર પાડી રહી છે. સરકારે એ વાતની નોંધ લેવી જોઇએ કે રાજ્યમાં ધનગર સમાજના 60થી 65 વિધાનસભ્ય છે. જો સરકાર આવો જીઆર બહાર પાડશે તો આ તમામ વિધાનસભ્ય રાજીનામા આપી દેશે.

આ ઉપરાંત કોંગ્રેસના વિધાન સભ્ય હિરામન ખોસકરે પણ રાજ્ય સરકારના ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિ શ્રેણીમાંથી અનામત આપવાના નિર્ણયનો
સખત વિરોધ કર્યો છે અને રાજીનામું આપવાની ધમકી આપી છે તેમ જ જણાવ્યું છે કે રાજ્ય સરકારના આ ખોટા નિર્ણયને કારણે અમારા બાળકો રસ્તા પર આવા જશે. અમે ધનગર આરક્ષણના વિરોધમાં નથી, પણ જો તમે તેમને અમારી વચ્ચે લાવવા માંગતા હો તો અમે રસ્તા પર ઉતરીને તેનો જોરદાર વિરોધ કરીશું.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker