આમચી મુંબઈનેશનલ

મુંબઈ એરપોર્ટ પર બનેલી આ ઘટનાને કારણે, DGCAએ Air Indiaને ₹30 લાખનો દંડ ફટકાર્યો

મુંબઈ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આજે ગુરુવારે એર ઈન્ડિયાને રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો હતો. મુંબઈ એરપોર્ટ પર પર્યાપ્ત સંખ્યામાં વ્હીલચેર ન રાખવા બદલ એર ઈન્ડિયાને દંડ ફટકારવામાં આવ્યો છે. અહેવાલો મુજબ આ મહિનાની શરૂઆતમાં વ્હીલચેર ન હોવાથી એક વૃદ્ધ મુસાફરનું મૃત્યુ થયું હતું.

DGCA દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ(CAR)ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ એરક્રાફ્ટ નિયમો, 1937 મુજબ એર ઈન્ડિયા પર રૂ. 30 લાખનો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે.

DGCAએ જણવ્યું કે “તમામ એરલાઈન્સને એક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે કે એરક્રાફ્ટમાંથી ઊતરતી વખતે અથવા ચડતી વખતે જે મુસાફરોને સહાયની જરૂર હોય તેમના માટે પર્યાપ્ત સંખ્યામાં વ્હીલચેર ઉપલબ્ધ છે એ સુનિશ્ચિત કરવામાં આવે.”

અહેવાલો મુજબ ગત 12 ફેબ્રુઆરીના રોજ, એક 80 વર્ષીય પેસેન્જર, જે તેની પત્ની સાથે ન્યૂયોર્કથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવ્યા હતાં, મુંબઈ એરપોર્ટ પર પડી ગયા હતા ત્યાર બાદ, વ્હીલચેરના અભાવે તેમણે 1.5 કિમી ચાલવું પડ્યું હતું, પછી તેમણે હાર્ટ એટેક આવ્યો હતો જેને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ DGCAએ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ પાઠવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button