આમચી મુંબઈ

અજિત પવારનું અવસાન: ફડણવીસ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીના પ્રચારમાં ભાગ લેશે નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુને ધ્યાનમાં રાખીને રાજ્યમાં આગામી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓના પ્રચારમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ફડણવીસે શનિવારે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો, સ્થાનિક નેતાઓ અને પક્ષના પદાધિકારીઓને સાતમી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે પ્રચાર કરવા સૂચના આપી હતી, જ્યારે તેઓ કોઈપણ ચૂંટણી સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં.
રાજ્યમાં બાર જિલ્લા પરિષદ અને 125 પંચાયત સમિતિઓમાં સાતમી ફેબ્રુઆરીએ મતદાન થશે અને પ્રચાર પાંચમી ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન અગાઉ સાત દિવસમાં 22 (બાવીસ) પ્રચાર સભાઓને સંબોધવાના હતા, પરંતુ પવારના અવસાનને કારણે તેમણે તે સભાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્ય ચૂંટણી પંચે 28 જાન્યુઆરીએ પુણે જિલ્લાના બારામતી ખાતે થયેલા અકસ્માતમાં પવાર અને અન્ય ચાર લોકોના મૃત્યુ બાદ જાહેર કરાયેલા ત્રણ દિવસના રાજ્ય શોકને ધ્યાનમાં રાખીને ચૂંટણી કાર્યક્રમમાં સુધારો કર્યો છે.

સુધારેલા કાર્યક્રમ મુજબ, મૂળ પાંચમી ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું હતું તે હવે સાતમી ફેબ્રુઆરીએ થશે, જ્યારે મતગણતરી નવમી ફેબ્રુઆરીએ થશે.

આ પણ વાંચો…એનસીપીના વિલીનીકરણ અંગે અનિશ્ર્ચિતતા

સંબંધિત લેખો

Back to top button