આમચી મુંબઈમહારાષ્ટ્ર

Budget પર વિપક્ષની ટીકાનો Devendra Fadnavisએ આપ્યો જવાબ: મહારાષ્ટ્રને આ મળ્યું…

મુંબઈ: સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી સરકારનું પહેલું બજેટ નાણા પ્રધાન Nirmala Sitaramanએ રજૂ કર્યું ત્યાર બાદ વિપક્ષે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ તેના પર ટીકાનો વરસાદ વરસાવ્યો છે અને બજેટમાં Maharashtraને હાંસિયામાં ધકેલી દેવાયું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે ત્યારે મહારાષ્ટ્ર માટે બજેટમાં શું વિશેષ છે તે ભારપૂર્વક જણાવી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષની ટીકાનો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: Union Budget 2024: પીએમ મોદીએ કહ્યું, મધ્યમ વર્ગને તાકાત આપનારું બજેટ , આર્થિક વિકાસને નવી ગતિ મળશે

બજેટ પર કરાયેલી ટીકાનો જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસે બજેટમાં મહારાષ્ટ્ર માટે ફાળવવામાં આવેલા ભંડોળની યાદી વાંચીને બતાવી હતી. આ ઉપરાંત તેમણે બજેટને દેશના ભવિષ્યને ગતિ આપનારું પણ ગણાવ્યું હતું. ફડણવીસ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ બજેટને મહારાષ્ટ્ર અને દેશવાસીઓનું દિલ જીતનારું ગણાવી મધ્યમ અને નોકરીયાત વર્ગ માટે લાભદાયી ગણાવી બજેટને વખાણ્યું હતું.

ફડણવીસે બજેટમાં મહારાષ્ટ્રને વિવિધ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા ભંડોળની યાદી વાંચી બતાવ્યા બાદ યાદી ઉપરાંત અન્ય પણ અનેક યોજનાઓ મહારાષ્ટ્ર માટે કેન્દ્ર સરકારે તૈયાર કરી હોવાનું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Union Budget 2024 Highlights: વ્યાજ, પેન્શન, સંરક્ષણ કે સબસીડી આ વર્ષે સરકારના સૌથી વધુ નાણાં કયા વપરાશે, જુઓ આંકડા

ફડણવીસે જણાવ્યું હતું કે બજેટ દેશના યુવા, ગરીબ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. અનેક વિકસિત દેશોનું અર્થતંત્ર આજે સંકટમાં છે ત્યારે આવી પરિસ્થિતિમાં ભારતું અર્થતંત્ર 8.2 ટકાએ વિકસ્યું છે. આ વધારો ભારતની અર્થવ્યવસ્થાની તાકાતનો પરચો કરાવે છે. 2023-24માં સામાજિત ક્ષેત્રનો ખર્ચ બમણો થયો હોઇ 11 લાખ કરોડથી વધીને 23 લાખ કરોડ થયો છે.

એ જ રીતે આરોગ્ય ક્ષેત્રનો ખર્ચ 2017-18ની સરખામણીએ લગભગ બમણો થયો છે અને 2.5 લાખ કરોડથી વધીને 5.85 લાખ થયો છે. એ ઉપરાંત આર્થિક ખોટ ઓછી થઇ હોવાનું દેખાય છે, જેથી અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશે. મોદી સરકારે 40 લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવાનું કામ કર્યું છે. આ બજેટ મહિલા, ખેડૂત, યુવાનો, ગરીબ આ ચાર ઘટકોને ધ્યાનમાં રાખીને રજૂ કરાયું છે.

પ્રોજેક્ટ ભંડોળ
વિદર્ભ અને મરાઠવાડાના સિંચન પ્રકલ્પ600 કરોડ રૂપિયા
ગ્રામીણ રસ્તાઓનો વિકાસ400 કરોડ રૂપિયા
ઇકોનોમિક કોરિડોર 466 કરોડ રૂપિયા
પર્યાવરણપૂરક શાશ્વત કૃષિ પ્રકલ્પ 598 કરોડ રૂપિયા
ગ્રામીણ પરિવર્તન પ્રકલ્પ150 કરોડ રૂપિયા
એમયુટીપી(મુંબઈ અર્બન ટ્રાન્સ્પોર્ટ પ્રોજેક્ટ)908 કરોડ રૂપિયા
મુંબઈ મેટ્રો 1087 કરોડ રૂપિયા
મુંબઈ-દિલ્હી ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર 499 કરોડ રૂપિયા
એમએમઆર ગ્રીમ અબ્રન મોબિલિટી 150 કરોડ રૂપિયા
નાગપુર મેટ્રો 683 કરોડ રૂપિયા
નાગ નદી પુનર્જીવિત કરવા500 કરોડ રૂપિયા
પુણે મેટ્રો814 કરોડ રૂપિયા
મુળા મુઠા નદી સંવર્ધન690 કરોડ રૂપિયા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button