આમચી મુંબઈ
સૈફ હુમલા કેસમાં પોલીસને અનેક કડીઓ મળી, ટુંક સમયમાં ગુનેગાર પકડાઈ જશે: ફડણવીસ…

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે, સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસને અનેક કડીઓ મળી છે અને ટૂંક સમયમાં ગુનેગારની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો : Saif Ali Khan પર હુમલો કરનારાને ઝડપવા 20 ટીમો બનાવવામાં આવી
ગૃહ પ્રધાન ફડણવીસે મીડિયા સાથે વાત કરતા ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
ગુરુવારે વહેલી સવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેમના ઘરે એક ઘુસણખોરે અનેક વાર ચાકુ માર્યા બાદ બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : SaifAliKhanAttack: હુમલા પહે
‘પોલીસની તપાસ ચાલી રહી છે….તેમને કેટલીક કડીઓ મળી છે અને મને લાગે છે કે પોલીસ ખૂબ જ ટૂંક સમયમાં ગુનેગારને પકડી લેશે,’ એમ તેમણે એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું.