નવી મુંબઈ એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે...

નવી મુંબઈ એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે…

યુએસ ટેરિફથી પ્રભાવિત ક્ષેત્રોને મદદ કરવાના રસ્તાઓ સૂચવવા માટે પેનલ: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એનએમઆઈએ) પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને એરપોર્ટ સમયસર પૂર્ણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભારતીય નિકાસ પર 50 ટકા અમેરિકન ટેરિફની અસર વિશે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા, તેમણે એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાં એવા ક્ષેત્રોને ઓળખવા માટે એક પ્રારંભિક બેઠક યોજાઈ છે જે ડ્યુટીમાં વધારાથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવે છે અને તેમને ટેકો આપવાના રસ્તાઓ શોધવાના પ્રયાસ કરવામાં આવશે.

‘અમે વિવિધ પ્રદેશોમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા, વૈકલ્પિક બજારો ઓળખવા અને અસરગ્રસ્ત ઉદ્યોગોને મદદ કરવા માટેનાં પગલાં સૂચવવા માટે એક હાઈ-પાવર્ડ સમિતિની રચના કરી છે. આ સમિતિની ભલામણોનો અમલ કરવામાં આવશે,’ એવી ખાતરી મુખ્ય પ્રધાને આપી હતી.

ડિજિટલ-સંચાલિત અર્થતંત્રમાં, દરેક ક્ષેત્રમાં કાર્યક્ષમતા વધારવા માટે ડેટા સેન્ટર્સની જરૂર છે અને મહારાષ્ટ્ર આ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ‘નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મને લાગે છે કે અમે તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી શકીશું,’ એમ ફડણવીસે પ્રોજેક્ટ પૂર્ણ થવાની સંભવિત તારીખ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન નવી મુંબઈમાં કેપિટલ લાઇન ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા અને પછી મીડિયા સાથે વાત કરી રહ્યા હતા, જેને તેમણે ભારતમાં તેના પ્રકારની સૌથી ટેકનોલોજીકલ રીતે અદ્યતન સુવિધા ગણાવી હતી. દેશના ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મહારાષ્ટ્રના નેતૃત્વ પર પ્રકાશ પાડતાં, તેમણે કહ્યું હતું કે ભારતની કુલ ડેટા સેન્ટર ક્ષમતાના 60 ટકા રાજ્યમાં સ્થિત છે.

‘આપણે ડિજિટલ અર્થતંત્રમાં જીવી રહ્યા છીએ. દરેક ક્ષેત્રમાં કાર્યક્ષમતા વધારવા માટે, આપણને ડેટા સેન્ટરની જરૂર છે. આપણા દેશમાં આવી ક્ષમતાઓ સ્થાપિત કરવી સૌથી મહત્વપૂર્ણ છે. મને ગર્વ છે કે ભારતની 60 ટકા ડેટા સેન્ટર ક્ષમતા મહારાષ્ટ્રમાં છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન, રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં વધુ રોકાણ માટે ડેટા સેન્ટર ઓપરેટરો સાથે રૂ. 20,000 કરોડના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રસ્તાવિત રોકાણમાં નવા ડેટા સેન્ટરો, લોજિસ્ટિક્સ સુવિધાઓ અને અન્ય સંલગ્ન ક્ષેત્રોનો સમાવેશ થશે.

સિંગાપોરની એક રોકાણ કંપની, ટેમાસેકે, રાજ્યમાં મુખ્ય પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેમાં નાગપુરમાં એક હોસ્પિટલ માટે રૂ. 700 કરોડના એમઓયુનો સમાવેશ થાય છે. વધુમાં, વૈશ્ર્વિક રોકાણ કંપની મેપલ ટ્રીએ મહારાષ્ટ્રમાં લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવવા માટે રૂ. 3,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો…નવી મુંબઈ એરપોર્ટ પર 200થી વધુ પોલીસ અધિકારીની ભરતીને મંજૂરી…

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button