આમચી મુંબઈ

ફડણવીસે શિંદે સેનાના 20 વિધાન સભ્યની Y શ્રેણીની સુરક્ષા રદ કરી…

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું હોવાની અટકળો તો ઘણા સમયથી ચાલી રહી છે, પણ તાજેતરમાં કંઇક એવું બન્યું છે, જેને કારણે બંને વચ્ચેના તણાવમાં વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આપણે આ વિશે જાણીએ.

Also read : આગામી મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એકલા ચાલોની નીતિ!

મહારાષ્ટ્ર સરકારે શિવસેના શિંદે જૂથના 20 વિધાન સભ્યની Y શ્રેણીની સુરક્ષા રદ કરી છે. આ પગલાને રાજ્યના સંસાધનોના દુરૂપયોગને રોકવાના મુખ્ય પ્રધાન ફડણવીસની આગેવાની હેઠળની સરકારની પહેલના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે.

શિંદે જૂથના આ વિધાનસભ્યો મંત્રી ના હોવા છતાં તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી બહાર નીકળ્યા બાદ મોટા ભાગના વિધાન સભ્યોને આ સુરક્ષા આપવામાં આવી હતી. આ સાથે જ ભાજપના પણ કેટલાક વિધાન સભ્યો અને અજિત પવાર જૂથના કેટલાક વિધાન સભ્યોની Y શ્રેણીની સુરક્ષા ઘટાડવામાં આવી છે.

ફડણવીસ સરકારના આ નિર્ણયથી શિંદે જૂથમાં ભારે નારાજગી હોવાનું જાણવા મળ્યું છે. શિંદે જૂથના ઘણા વિધાનસભ્યો નારાજ છે અને તેઓ કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે

Also read : વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર રહેવાની સમય રાઈનાની વિનંતી પોલીસે નકારી

ફડણવીસ અને શિંદે વચ્ચે શું ચાલી રહ્યું છે?:-
થોડા દિવસ પહેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન રાહત ભંડોળ સેલ હોવા છતાં પણ મંત્રાલયમાં એક તબીબી સહાય સેલની સ્થાપના કરી છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું છે કે તેમની અને ફડણવીસની વચ્ચે કોઇ મતભેદ નથી, પણ મહારાષ્ટ્રના રાજકીય સંકેતો કંઇક અલગ જ ચિત્ર રજૂ કરી રહ્યા છે. આપણે થોડો સમય રાહ જોઇએ, એટલામાં તસવીર સાફ થઇ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button