આમચી મુંબઈ

…એટલે જ અમે કોન્ટ્રાક્ટ પર થતી ભરતી રદ કરવાનો નિર્ણય લીધો છે’ દેવેન્દ્ર ફડણવીસની મોટી જાહેરાત

Devendra fadanvis announcement about contract recruitment GR cancellation
‘…એટલે જ અમે કોન્ટ્રાક્ટ પર થતી ભરતી રદ કરવાનો નિર્ણય લીધો છે’ દેવેન્દ્ર ફડણવીસની મોટી જાહેરાત
મુંબઇ: રાજ્યમાં કોન્ટ્રાક્ટ પર થઇ રહેલ પોલીસ ભરતીને લઇને મહાવિકાસઆઘાડીના નેતાઓએ શિંદે-ફડણવીસ સરકારની ખૂબ ટીકા કરી હતી. એટલું જ નહીં પણ તેમણે તો પોલીસ ખાતાની કામગીરી પર જ મોટો પ્રશ્ન ઊભો કર્યો હતો. ત્યાર બાદ નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે એટલે કે 20મી ઓક્ટોબરના રોજ એખ પત્રકાર પરિષદ બહુ મોટો નિર્ણય જાહેર કર્યો હતો. જે અતંર્ગત શિંદે-ફડણવીસ સરકારે રાજ્યમાં કોન્ટ્રાક્ટ પર થતી રિક્રુટમેન્ટનો જીઆર રદ કર્યો છે. આ જાહેરાત કરતી વખતે ફડણવીસે મહાવિકાસઆઘાડીના નેતાઓની બહુ ટીકા કરી હતી.


આ અંગે પત્રકારો સાથે વાત કરતાં દેવેન્દ્ર ફજણવીસે કહ્યું કે, કોન્ટ્રાક્ટ પર થતી રિક્રુટમેન્ટનું પાપ 100 ટકા કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસનું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે મેં ચર્ચા કરી અને કહ્યું કે એમના પાપનો બોઝો આપડે કેમ ઉપાડવાનો? તેથી એ સરકારે બહાર પાડેલ કોન્ટ્રાક્ટ પર થતી ભરતીનો જીઆર રદ કરવાનો નિર્ણય અમે લીધો છે.


કોન્ટ્રાક્ટ પર થતી રિક્રુટમેન્ટના ધોરણો અંગે વાત કરતાં ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટ પર થનારી ભરતી પરથી વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. ખાસ તો જે આ વાત માટે દોષી છે જેમણે આ કર્યું છે તેઓ જ વધારે અવાજ કરી રહ્યાં છે. તેથી જ કોન્ટ્રાક્ટ પર થતી ભરતીના ગુનેગાર ખરેખર કોણ છે એ લોકો સામે આવવું જોઇએ, આમના ચહેરા લોકો સામે ખૂલ્લા પડવા જોઇએ. તેથી જ હું કેટલીક વાતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું.


વધુમાં તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટ ભરતી અંગે પહેલો નિર્ણય 13મી માર્ચ 2003ના રોજ લેવાયો હતો. જે તે વખતની કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી સરકારમાં પહેલી કોન્ટ્રાક્ટ પર ભરતી શક્ષણ વિભાગમાં શરુ કરવામાં આવી હતી. એશોક ચવ્હાણ જ્યારે મુખ્ય પ્રધાન હતાં ત્યારે 2010માં જીઆર બહાર પાડી કોન્ટ્રાક્ટ પર ભરતીની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. 2010માં અશોક ચવ્હાણે પહેલો જીઆર બહાર પાડ્યો અને ત્યાર બાદ તેમણે 6 હજાર કોન્ટ્રાક્ટ પરના પદોનો જીઆર પણ બહાર પાડ્યો.


દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આજે મારી પાસે ઘણાં બધા દસ્તાવેજો છે. પણ બધા જ તમારી સામે નહીં લાઉ. 1 સપ્ટેમ્બર 2021ના રોજ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે મુખ્ય પ્રધાન હતાં. તેમણે કોન્ટ્રાક્ટ પર થનારી ભરતીને માન્યતા આપી. 2 સપ્ટેમ્બરના રોજ મહાટેંડર પોર્ટલ પર આની વિગતો પ્રકાશીત કરવામાં આવી. 9મી સપ્ટેમ્બરના રોજ ટેંડર પહેલાં બેઠક પણ યોજાઇ. 31મી જાન્યુઆરી 2022ના રોજ ટેંડર રજૂ કરવાની છેલ્લી તારીખ હતી. આ બધામાં જે તે વખતના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેનો હાથ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button