પડ્યા પર પાટુંઃ વસઈ નજીક ગૂડ્સ ટ્રેનના આટલા વેગન પાટા પરથી ખડી પડ્યા

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવની વચ્ચે નવી છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય વચ્ચે આજે વસઈ નજીક ગૂડ્સ ટ્રેનના અમુક વેગન ખડી પડવાને કારણે લાંબા અંતરની ટ્રેનસેવા પર અસર પડી હતી. સબર્બનની ટ્રેનસેવા પર અસર થઈ નહોતી, પરંતુ આજે બ્લોકને કારણે પીકઅવર્સમાં ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં ભયંકર હાલાકી પડી હતી.
શુક્રવારે સાંજે 5.15 વાગ્યાના સુમારે અમુક ખાલી વેગન ટ્રેક પરથી ખડી પડ્યા હતા, પરંતુ તેને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ડિરેલમેન્ટને કારણે વસઈ-દિવા રેલવે લાઈનની ટ્રેનસેવા પર અસર થઈ હતી. વસઈ યાર્ડ નજીક બે ખાલી વેગન ટ્રેનથી અલગ થઈ ગયા હતા, તેથી વેગન પાટા પરથી ખડી પડ્યા હતા. આ બનાવ પછી તાત્કાલિક ગુડ્સ ટ્રેનના વેગનને ટ્રેક પર લાવવાની કામગીરી હાથ ધરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશન વચ્ચે આઠ કિલોમીટરની લાંબી લાઈનના નિર્માણ કાર્ય માટે 27મી ઓક્ટોબર-શુક્રવારથી લઈને પાંચમી નવેમ્બર સુધી કામકાજ ચાલશે, તેના કામકાજ માટે રોજ 250થી વધુ ટ્રેન રદ રહેવાની છે, ત્યારે વસઈ સ્ટેશન નજીક બે વેગન રેલવેના પાટા પરથી ખડી પડ્યા હતા.
બ્લોકના પહેલા દિવસે બોરીવલી રેલવે સ્ટેશનનો વીડિયો જોરદાર વાઈરલ થયો હતો. બોરીવલી અને અંધેરી રેલવે સ્ટેશનનું આખું પ્લેટફોર્મ પ્રવાસીઓથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. આ ઉપરાંત, લોકલ ટ્રેનો પણ મોડી દોડતી હોવાને કારણે પ્રવાસીઓની હાલાકીમાં વધારો થયો છે, જ્યારે લોકોએ લોકલ ટ્રેન સિવાય અન્ય પરિવહનના વિકલ્પને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ કરવું જોઈએ, એમ પ્રવાસી સંગઠને અનુરોધ કર્યો હતો.
આ બ્લોકને કારણે દસ દિવસ 2,500થી વધુ લોકલ ટ્રેન રદ રહેશે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આવતીકાલે બ્લોકનો બીજો દિવસ છે, તેથી 256 લોકલ ટ્રેન રદ રહેશે, જેમાં 129 અને 127 ડાઉન ટ્રેનનો સમાવેશ થાય છે.
સબર્બનની લોકલ ટ્રેન સિવાય આ બ્લોકને કારણે ૭મી નવેમ્બર સુધી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ રદ થવાની સાથે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને આંશિક રીતે રદ રહેશે જેની યાદી આ પ્રમાણે છે.
