આમચી મુંબઈમહારાષ્ટ્ર
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નમો એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી

મુંબઈઃ ગણપતિ બાપ્પાબા મોરિયાની ધૂન, મંજીરાના તાલ સાથે નોકરિયાતો ગણેશોત્સવમાં કોંકણ જવાના રવાના થયા હતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નમો એક્સપ્રેસને દાદર રેલવે સ્ટેશન પર લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી.
મુંબઈ ભાજપ દ્વારા ગણેશભક્તોએ ખાસ નમો અને મોદી એક્સપ્રેસની વ્યવસ્થા કરી છે. બે નમો એક્સપ્રેસમાં કુલ 3600 પ્રવાસી શનિવારે રાતે કોંકણ જવા રવાના થયા હતા. કોંકણવાસીઓ માટે છ ટ્રેન અને 238 બસ દોડાવવામાં આવી હતી.
કોંકણવાસીઓ માટે આ પ્રવાસ સંપૂર્ણપણે મફત હોઈ પ્રવાસ દરમિયાન એક ટાઈમનું જમવાનું પણ ફ્રીમાં આપવામાં આવશે, એવી માહિતી સામે આવી રહી છે.