આમચી મુંબઈ
ડીમેટ એકાઉન્ટ હૅક કરી રૂ. 1.26 કરોડના શેર્સ ચોર્યા: ગુનો દાખલ

થાણે: કોઇએ ડીમેટ એકાઉન્ટ હૅક કરી રૂ. 1.26 કરોડના શેર્સ ચોર્યા હોવાનો શખસે આક્ષેપ કર્યા બાદ થાણે જિલ્લાની પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
જાન્યુઆરી, 2017થી ડિસેમ્બર, 2018 દરમિયાન કથિત ચોરી થઇ હતી. જોકે શખસે પોલીસનો સંપર્ક સાધવામાં આટલું મોડું કેમ કર્યું તેનું કારણ જણાવ્યું નહોતું.
આ પણ વાંચો : થાણેમાં ગેલેરીનો હિસ્સો તૂટી પડતા બે જખમી
ડોંબિવલીના માનપાડા પોલીસ સ્ટેશનમાં બુધવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે કોઇએ ફરિયાદીના નકલી આઇડીનો ઉપયોગ કરીને તેના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. ફરિયાદીનું ડીમેટ એકાઉન્ટ બાદમાં હૅક કરાયું હતું અને જાણીતી કંપનીના રૂ. 1.26 કરોડના 9,210 શેર્સ ચોરવામાં આવ્યા હતા. શેર્સ બાદમાં વેચવામાં આવ્યા હતા અને રકમ બોગસ ખાતામાં જમા કરાવવામાં આવી હતી. (પીટીઆઇ)