દિવાળીમાં આકરી ઑક્ટોબર હીટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ છેલ્લા ચાર દિવસથી સતત રાજ્યમાં સૌથી ગરમ શહેર તરીકે નોંધાઈ રહ્યું છે. છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની ઉપર નોંધાઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈમાં ગયા અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. મહત્તમની સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાયો છે. ગયા શુક્રવારે મુંબઈમાં ૩૭ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયા બાદ શનિવારે ૩૫.૫ ડિગ્રી અનેે રવિવારે ૩૫.૮ ડિગ્રી નોંધાયું હતું. સોમવારે ફરી ગરમીમાં થોડા વધારો જણાયો હતો.
આપણ વાંચો: શહેર અને ઉપનગરમાં આવતા અઠવાડિયે ત્રણ દિવસ ૧૦ ટકા પાણીકાપ રહેશે
દિવસ દરમ્યાન સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૧ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૦ ડિગ્રી અને લઘુતમ ૨૬.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે મુંબઈમાં હજી થોડા દિવસ તાપમાનનો પારો ઊંચો રહેશે એવી શક્યતા વ્યક્ત કરી છે.