આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં ‘ડીપ ક્લીન’ ઝુંબેશ નિષ્ફળ? મુખ્ય પ્રધાને પાલિકા અધિકારીઓને આડે લીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી મુંબઈમાં ખૂણે-ખાંચરે દર અઠવાડિયે ‘ડીપ ક્લીન’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, છતાં દેશભરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં મુંબઈનો નંબર ૩૧ પરથી ધસરી ૩૭મો આવતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ બરોબરને આડે હાથ લીધા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંગળવારે મંત્રાલયમાં મુખ્ય પ્રધાને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં નારાજગી વ્યક્ત કરીને તાત્કાલિક ધોરણે વોર્ડ ઓફિસરોને કામે લગાવવાનો નિર્દેશ આપ્યો હતો.

મુંબઈમાં છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ‘ડીપ ક્લીન’ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે હેઠળ મુંબઈમાં દર અઠવાડિયે એક-એક વોર્ડમાં સફાઈ કરવામાં આવે છે. મુંબઈના તમામ ૨૫ વોર્ડમાં રસ્તાઓ ધોવાની સાથે રસ્તાઓ, હૉસ્પિટલ, સાર્વજનિક સ્થળો અને સાર્વજનિક શૌચાલયો સાફ કરવામાં આવી રહ્યા છે. છતાં તાજેતરમાં રાષ્ટ્રસ્તરે થયેલા સ્વચ્છ સર્વેક્ષણમાં મુંબઈનો નંબર ૩૭માં આવ્યો હતો. મંગળવારે મંત્રાલયમાં મુખ્ય પ્રધાને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મુદ્દે બેઠક કરીને નારાજગી દર્શાવી હતી.

પાલિકાના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે દરરોજ ૧,૦૦૦ કિલોમીટર રસ્તાઓ ધોવાનો તથા સાર્વજનિક શૌચાલયો દિવસમાં પાંચ વખત સાફ કરવા માટે કહ્યું હોવા છતાં તેનું પાલન કરવામાં આવતું ન હોવાની નારાજગી મુખ્ય પ્રધાને વ્યક્ત કરી હતી અને ચોખ્ખા શબ્દોમાં પાલિકાના તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને સફાઈ માટે ‘ફિલ્ડ’ પર ઉતરીને કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. વોર્ડ સ્તરે સ્પર્ધા રાાખીને વોડમાં સફાઈ પર વધુ ધ્યાન આપવા માટે પણ કહ્યું હતું. મુખ્ય પ્રધાને રસ્તા પર ઊભા રહેલા વાહનોને હટાવીને તે સ્થળે સફાઈ કરવા માટે પોલીસની મદદ લેવાનો નિર્દેશ પણ પાલિકા અધિકારીને આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button