આમચી મુંબઈ
ડેબ્રીઝ ક્લીનિંગ ઝુંબેશના પહેલા દિવસે ૩૨૩ ટન કાટમાળ જમા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં શનિવારથી બે દિવસ ડેબ્રીઝ ક્લીનિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત પહેલા જ દિવસે સાંજના છ વાગ્યા સુધીમાં ૨,૦૪૭ બેરિકેડ્સ પરથી ધૂળ હટાવીને તેને સાફ કરીને ધોવામાં આવ્યા હતા. આ બેરિકેડ્સ એક સાથે રાખવામાં આવે તો લગભગ સાત કિલોમીટર લંબાઈ થશે. પાલિકાના લગભગ ૨,૦૩૧ અને બિનસામાજિક સંસ્થાના ૬૬૯ વોલિન્ટિયરો આ ડ્રાઈવમાં જોડાયા હતા.
આ ડ્રાઈવ માટે ૧૮૫ મશીન વાપરવામાં આવ્યા હતા, જેમા જેસીબી, ડમ્પર, વોટર ટેન્કર, મેકેનિકલ સ્વીપર અને ફાયરેક્સ મશીનનો સમાવેશ થાય છે. પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૩૮૯ કચરો સાફ કરવામાં આવ્યો હતો. ૩૨૩ ટન કાટમાળ જમા કર્યો હતો. બાવન ટન કાંપ અને ઘનકચરો જમા કર્યો હતો. જયારે ૧૪ ટન બગીચામાંથી નકામા ફૂલ-ઝાડનો કચરો જમા કર્યો હતો.