આમચી મુંબઈ

વસઈમાં પ્રેમિકાની ધોળે દિવસે હત્યાઃ નાયબ મુખ્ય પ્રધાને આપ્યો આ Order

મુંબઈ: વસઇના ચિંચપાડા વિસ્તારમાં ધોળેદહાડે સેંકડો લોકોની નજરોની સામે પોતાની પ્રેમિકાની માથા પર ઉપરાઉપરી ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની ઘટનાએ થાણે અને મુંબઈ સહિત આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઘટનાની મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તેમ જ ગૃહ ખાતુ સંભાળનારા દેવેન્દ્ર ફડણવીસે (Dy Chief Minister Devendra Fadanvis) મીરા-ભાયંદર પોલીસ કમિશનરને આ કેસમાં તાત્કાલિક પગલા લેવાની સૂચના આપી દીધી છે.

આગળની કાર્યવાહી માટે સરકાર તરફથી આ કેસ માટે ખૂબ જ નિષ્ણાંત વકીલની નિમણૂંક કરવામાં આવે, તેવી સૂચના ફડણવીસે આપી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતીને ન્યાય મળે એ માટે સરકાર કટિબદ્ધ હોવાનું ભાજપના એક નેતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Vasai Murder Case: ગર્લફ્રેન્ડની હત્યા કરવા પહેલાં આરોપીએ બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો

આ ઉપરાંત ભાજપના ટોચના નેતાઓએ આ કેસ ઉપર કામ કરી રહેલા પોલીસ અધિકારીઓને પણ મળ્યા હતા અને કેસ બાબતે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે વસઇમાં રોહીત નામના યુવકે પોતાની પ્રેમિકાની જાહેરમાં હત્યા કરી હતી. સેંકડો લોકોની ભીડ ઘટનાસ્થળે હાજર હોવા છતાં કોઇપણ યુવતીને બચાવવા આગળ આવ્યું નહોતું.

આ ઘટનાએ દિલ્હીમાં સાહિલ સરફરાઝ નામના યુવકે સાક્ષી નામની યુવતીની ચાકુના 30થી વધુ ઘા ઝીંકીને હત્યા કરી એ ઘટનાની લોકોને યાદ અપાવી હતી. એ ઘટના વખતે પણ યુવતી પર જ્યારે હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે કોઇએ પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો.

આ પણ વાંચો: Vasai Murder: એકબીજાને પ્રેમ કરતા પ્રેમીઓ કેમ જીવ લેવા જેટલા ઘાતકી બની જાય છે

વસઇમાં બનેલી ઘટનાની વિગત અનુસાર હત્યા કરનારો રોહિત યાદવ અને મૃતક આરતી છેલ્લાં છ વર્ષથી એકબીજાને ઓળખતા હતા. આરતીએ રોહિત સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધુ હોવાના કારણે રોહિત તેના પર ગુસ્સે ભરાયો હતો. આ પહેલા પણ તેણે આરતી સાથે ઝઘડો કરી તેનો ફોન છીનવીને તોડી નાંખ્યો હતો.

આ બાબતે આરતીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસે એ વખતે રોહિતને પોલીસ સ્ટેશન બોલાવીને ચેતવણી આપીને છોડી દીધો હતો. જોકે મંગળવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ રોહિતે આરતીનું કાસળ કાઢી નાંખવાનો નિર્ણય લીધો અને જાહેરમાં માથામાં મિકેનિક દ્વારા ઉપયોગમાં લેવાતા પાના(સ્પેનર) વડે ઉપરાઉપરી ઘા મારીને તેની હત્યા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button