આમચી મુંબઈ
પુત્રીની જાતીય સતામણી: વૃદ્ધ પિતા વિરુદ્ધ ગુનો

થાણે: થાણેમાં પુત્રીની કથિત જાતીય સતામણી કરવા પ્રકરણે પોલીસે 64 વર્ષના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ફરિયાદમાં 18 વર્ષની યુવતીએ આક્ષેપ કર્યો હતો કે પાંચમી જુલાઈએ ઘરમાં એ એકલી હતી ત્યારે પિતાએ તેની સાથે શારીરિક સંબંધ માટે દબાણ કર્યું હતું, એમ વર્તક નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
જોકે ફરિયાદીએ પિતાની માગણીને વશ થવાનો ઇનકાર કરતાં તેની મારપીટ કરવામાં આવી હતી અને અયોગ્ય સ્પર્શ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આવું અનેક વાર થતાં યુવતીએ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : થાણેમાં આ વિસ્તારોમાં 24 કલાક પાણીના રહેશે ધાંધિયા
ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 75(2) અને 115(2) હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. યુવતીએ કરેલા આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ