ડેટિંગ ઍપ પર મિત્રતા પછી યુવતી સાથે દુષ્કર્મ: આરોપીની ધરપકડ
મુંબઈ: ડેટિંગ ઍપ પર મિત્રતા પછી લગ્નની લાલચે વર્સોવાની હોટેલમાં લઈ જઈ યુવતી સાથે કથિત દુષ્કર્મ કરવા પ્રકરણે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.
વર્સોવા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ભૌમિક પાઠક તરીકે થઈ હતી. મીરા રોડમાં રહેતા પાઠકને કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ પ્રકરણે કુર્લામાં રહેતી 23 વર્ષની યુવતીએ વર્સોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિય મીડિયા પર ઍક્ટિવ યુવતીની ઓળખાણ પાઠક સાથે એક ડેટિંગ ઍપ પર થઈ હતી. પછી બન્ને વચ્ચે મિત્રતા થતાં મોબાઈલ નંબરની આપ-લે કરાઈ હતી.
આ પણ વાંચો :ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદને બહાને ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપી અને યુવતી અલગ અલગ સ્થળે મળવા લાગ્યા પછી આરોપીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. લગ્ન માટે હામી ભરનારી યુવતીને આરોપી ફેબ્રુઆરીમાં અંધેરીના વર્સોવા સ્થિત એક હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
લગ્નની લાલચે ઑગસ્ટ દરમિયાન આરોપી વારંવાર યુવતીને અંધેરીની હોટેલમાં લઈ ગયો હતો અને તેની ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જોકે પછી આરોપી લગ્નની વાતને ટાળવા લાગ્યો હતો. આખરે યુવતીએ કુર્લાના નેહરુ નગર પોલીસમાં ફરિયાદ કરી હતી. ગુનો વર્સોવામાં બન્યો હોવાથી કેસ વર્સોવા પોલીસમાં ટ્રાન્સફર કરાયો હતો