દારૂ માટે પત્નીનું ગળું દબાવી દેનારો પતિ બે કલાકમાં પકડાયો | મુંબઈ સમાચાર

દારૂ માટે પત્નીનું ગળું દબાવી દેનારો પતિ બે કલાકમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દારૂ પીવા રૂપિયા ન આપનારી પત્નીની ગળું દબાવીને પતિએ કથિત હત્યા કરી હોવાની ઘટના ગોરેગામમાં બની હતી. હત્યા બાદ ફરાર થઈ ગયેલા પતિને પોલીસે બે કલાકમાં જ પકડી પાડ્યો હતો.

બાંગુર નગર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વસીમ રફીક શેખ (25) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

આપણ વાંચો: પરીક્ષામાં ઓછા ગુણ લાવનારી પુત્રીની કરી હત્યા: પિતાની ધરપકડ…

પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગોરેગામ પૂશ્ર્ચિમમાં લિંક રોડ પરના ભગત સિંહ નગર નંબર-2 ખાતે બની હતી. ગૌશિયા વસીમ શેખ (25)ની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ગૌશિયાની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

સોમવાની સવારે 9.30 વાગ્યાની આસપાસ ગૌશિયાનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો. કહેવાય છે કે સંતાનની સામે જ આરોપી વસીમે પત્નીની હત્યા કરી હતી. પત્નીએ દારૂ પીવા માટે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં આરોપી રોષે ભરાયો હતો.

હત્યા બાદ આરોપી તેના વતન ફરાર થવાની તૈયારીમાં હતો. જોકે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસની ટીમે તેને રામ મંદિર સ્ટેશનેથી પકડી પાડ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button