આમચી મુંબઈટોપ ન્યૂઝ

દક્ષિણ મુંબઈમાં આવતી કાલથી ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વાર ઈ વોર્ડાં પાણીપુરવઠામાં સુધારણા કરવા માટે નવા કામ હાથ ધરવામાં આવવાના છે. આ કામ અંતર્ગત નવાનગર, ડૉકયાર્ડમાં રહેલી જૂની ૧,૨૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈન બંધ કરીને નવી ૧,૨૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈન ચાલુ કરવામાં આવવાની છે. તેમ જ ભંડારવાડા રિઝવિયરમાં કમ્પાર્ટમેન્ટ-એકમાં ૯૦૦ મિમી. વ્યાસની જૂના ફ્લડગેટ કાઢીને નવા ૯૦૦ મિ.મી. ફલડગેટ બેસાડવામાં આવવાના છે. આ બંને કામ બુધવાર, ૨૮ મે, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યાથી ગુુરુવાર ૨૯ મે, ૨૦૨૫ના સવારના ૧૦ વાગ્યા સુધી ૨૪ કલાક ચાલશે. તેથી આ સમય દરમ્યાન દક્ષિણ મુંબઈ કોલાબાથી ભાયખલા સુધીમાં અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂણ રીતે તો અમુક વિસ્તારમાં આંશિક રીતે બંધ રહેેશે.

સમારકામ પૂરું થયા બાદ આગામી બે દિવસ સુધી પાણી ડહોળું અને ઓછા દબાણ સાથે રહેશે. તેથી આ સમય દરમ્યાન નાગરિકોને પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની સલાહ આપવામાં આવી છે . આ સમયગાળા દરમિયાન, ‘A’, ‘B’ અને ‘E’ વિભાગના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં આંશિક રીતે બંધ રહેશે.

એ વોર્ડ

  • નેવલ ડોકયાર્ડ પાણી પુરવઠો વિસ્તાર- સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ, પી. ડી’મેલો માર્ગ, રામગઢ સ્લમ રિઝર્વ બેંક (આર. બી. આઈ.), નેવલ ડોકયાર્ડ, શહીદ ભગતસિંહ માર્ગ, જનરલ પોસ્ટ ઓફિસ (જી. પી. ઓ.) જંકશનથી રીગલ સિનેમા (૨૮ મે ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)

બી વોર્ડ

  1. બાબુલા ટાંકી વિસ્તાર – મોહમ્મદ અલી માર્ગ, ઇબ્રાહિમ રહીમતુલા માર્ગ, ઇમામવાડા માર્ગ, ઇબ્રાહિમ મર્ચન્ટ માર્ગ, યુસુફ મહેર અલી માર્ગ, પીરુ ગલ્લી, નારાયણ ધુરુ, અબ્દુર રહેમાન માર્ગ, નાકોડા, કોલસા (29મી મે 2025ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે).
  2. ડોંગરી ‘બી’ – વિસ્તાર- ટંડેલ, તંતનપુર, મોહમ્મદ ઉમર કોકિલ માર્ગ, વાય.એમ. પાથ, ખડક, ઈઝરાયેલ પડોશ, વિ. વી. ચંદન, દરિયાસ્થાન, ધોબી શરીફ દેવજી, રઘુનાથ મહારાજ, ઓલ્ડ બંગાળીપુરા ભંડારી, આચાર્ય ચંદ ગાંધી માર્ગ, નિશાનપાડા, મસ્જિદ, ટી. લોકમિન બંદર, ટી. નૂરબાગ, ડોંગરી, રામચંદ્ર ભટ માર્ગ, સેમ્યુઅલ સ્ટ્રીટ, કેશવજી નાઈક માર્ગ, નરસી નાથા સ્ટ્રીટ (29મી મે 2025ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)
  3. ડોંગરી ‘એ’ ઝોન – ઉમરખાડી, નૂરબાગ ચિંચબંદર, કારાગૃહ માર્ગ, વાલપાખાડી, આનંદરાવ સુર્વે માર્ગ, મહેશ્વરી માર્ગ, કેશવજી નાઈક, નિશાનપાડા પથ, પાલક માર્ગ, નૌરોજી હિલ ટંડેલ, સામંતાભાઈ નાનજી માર્ગ, રામચંદ્ર ભટ માર્ગ, શામદાભાઈ નાનજી માર્ગ, ડૉ. મહેશ્વરી માર્ગ (28મી મે 2025ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)
  4. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (બી.પી.ટી.) પરિક્ષેત્ર – સમગ્ર મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (બી.પી.ટી.) પરિક્ષેત્ર, પી. ડી’મેલો રોડ (૨૮ મે, ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)
  5. મધ્ય રેલ્વે – રેલ્વે યાર્ડ (૨૮ મે ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)

ઈ વોર્ડ

  1. એન. એમ. જોષી માર્ગ, મદનપુરા, બદલુપુરા, નાગપાડા, શેખ હફીઝુદ્દીન માર્ગ, ગણેશ હરી પારુંદેકર માર્ગ, પૈસ સ્ટ્રીટ, મુસા કિલેદાર સ્ટ્રીટ, એમ.એસ. અલી માર્ગ, એમ. એ. માર્ગ, ટાંકી પાખાડી માર્ગ, ક્લેર માર્ગ, સોફિયા જુબેર માર્ગ, ભાયખલા (માર્ગ, કેડબલ્યુ, સપ્લાય) માર્ગ. 29મી મે 2025 ના રોજ સંપૂર્ણપણે બંધ રહેશે)
  2. મુંબઈ સેન્ટ્રલ પાણી પુરવઠો – એમ. એસ. અલી માર્ગ, બેલાસિસ માર્ગ, કમાઠીપુરા, એસ. પી. માર્ગ, શુક્લાજી સ્ટ્રીટ, માનાજી રાજુજી માર્ગ, અગ્રીપાડા (૨૯ મે ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે)
  3. બાબુલા ટાંકી પાણી પુરવઠો દિમટીમકર માર્ગ, ઉંડરિયા સ્ટ્રીટ, ખાંડિયા સ્ટ્રીટ, ટેમકર સ્ટ્રીટ, શેખ કમરુદ્દીન સ્ટ્રીટ, મસ્તાન ટાંકી માર્ગ, ટાંકી સ્ટ્રીટ, કાઝીપુરા, ડંકન માર્ગ, જે. જે. માર્ગ (૨૯ મે ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)
  4. એફ દક્ષિણ પાણી પુરવઠો – દત્તારામ લાડ માર્ગ, ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, ભાઈ બાલ મુકુંદ માર્ગ, કાલાચોકી, ચિંચપોકલી, ટી. બી. કદમ માર્ગ (૨૯ મે ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે)
  5. મ્હાતરપખાડી રોડ વિસ્તાર- મ્હાતરપખાડી રોડ, સેન્ટ મેરી રોડ, નેસ્બીટ રોડ, તાડવાડી રેલ્વે વાડ, શિવદાસ ચાપસી રોડ (૨૯ મે, ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)
  6. ડોકયાર્ડ રોડ વિસ્તાર- મઝગાંવ કોલીવાડા, નરસુ નાખવા રોડ, બ્રહ્મદેવ ખોટ રોડ, દરગાહ સ્ટ્રીટ, હોસ્પિટલ સ્ટ્રીટ, ચર્ચ સ્ટ્રીટ, બેકર સ્ટ્રીટ, નવાબ ટેન્ક પૂલ, બેરિસ્ટર નાથ પાઈ રોડ, દિલીમા સ્ટ્રીટ, ગણપી રોડ, કાસર સ્ટ્રીટ, લોહારખાતા, કોપરસ્મિથ રોડ (૨૮ મે, ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)
  7. હાથીબાગ રોડમ – હાથીબાગ, શેઠ મોતીશાહ ગલ્લી, ડી. એન. સિંહ માર્ગ (૨૮ મે ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)
  8. જે. જે. હોસ્પિટલ – જે.જે. હોસ્પિટલ (પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે)
  9. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (બી. પી. ટી.) રોડ એરિયા – મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (બી. પી. ટી.), દારુખાના (28 મે 2025 ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)
  10. રે રોડ માર્ગ વિસ્તાર- બાર. નાથ પાઈ માર્ગ, મોદી કુંપણ, એટલાસ માઈલ કુંપણ, ઘોડાપદેવ ક્રોસ લેન – ૧-૩ (૨૮ મે ૨૦૨૫ ના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે)
  11. માઉન્ટ માર્ગ પરિક્ષેત્ર- રામભાઈ ભોગલે માર્ગ, ફેરબંદર નાકા, વીરમાતા જીજાબાઈ ભોસલે પાર્ક (રાણી બાગ), ઘોપદેવ નાકા, મ્હાડા કોમ્પ્લેક્સ, ભાયખલા (પૂર્વ), શેઠ મોતીશા ગલી, ટી.બી. કદમ માર્ગ, સંત સાવતા માર્ગ, ડૉ. બાબાગસ, ડૉ. ડી.પી. વાડી, કાલાચોકી, નારેલવાડી, સંત સાવતા માર્ગ, ચાપસી ભીમજી માર્ગ (28 મે, 2025ના રોજ ઓછા દબાણે પાણી પુરવઠો આપવામાં આવશે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button