આમચી મુંબઈ
દહિસરમાં બિલ્ડિંગમાં આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસર (પૂર્વ)માં આનંદ નગર રોડ પર બીએમસી ફૂડ માર્કેટ સામે આવેલી ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની એમએસ બિલ્ડિંગમાં બુધવારે બપોરના પોણા ત્રણ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બિલ્ડિંગના બીજા માળા પર આગ લાગી હતી. જોકે આગ મામૂલી હોવાથી ૨૫ મિનિટમાં બુઝાવીને તેને નિયંત્રણમાં લાવવામાં આવી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.



