દાદર પ્લાઝા પાસે બેસ્ટની બસના એક્સિડન્ટમાં એકનું મોત: ચાર જખમી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દાદર પ્લાઝા પાસે બેસ્ટની બસના એક્સિડન્ટમાં એકનું મોત: ચાર જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
દાદર (પશ્ર્ચિમ)માં પ્લાઝા થિયેટર પાસે એક ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવરનું નિયંત્રણ છૂટી જતા તેણે બેસ્ટની બસને અડફેટમાં લેતા ભીષણ એક્સિડન્ટ થયો હતો, જેમાં ૩૭ વર્ષના રાહદારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તો બસ સ્ટોપ પર બસની રાહ જોતા ઊભેલી એક મહિલા સહિત ચાર લોકો ગંભીર રીતે જખમી થયા હતા. તો અન્ય બે વાહનો પણ ટેમ્પો ટ્રાવેલરની અડફેટમાં આવી ગયા હતા.

રવિવારે મોડી રાતના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ પ્લાઝા થિયેટર પાસેના બસ સ્ટોપ પાસે આ એક્સિડન્ટ થયો હતો. બૃહનમુબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમના જણાવ્યા મુજબ એક્સિડન્ટ થયેલી બસ માતેશ્ર્વરી કંપની પાસેથી વેટ લીઝ પર લીધેલી હતી. ૧૬૯ રૂટ પર દોડતી બસ વરલી ડેપોથી પ્રતીક્ષા નગર જઈ રહી હતી.

આપણ વાંચો: રોડ એક્સિડન્ટમાં સાઉથની જાણીતી એક્ટ્રેસનું થયું નિધન? શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…

રાતના ૧૧.૩૦ વાગે બસ પ્લાઝા બસ સ્ટોપ પાસે પહોંચી હતી ત્યારે દાદર ટીટી તરફથી શિવાજી પાર્ક દિશામાં ફૂલ સ્પીડે દોડી રહેલા એક ટેમ્પો ટ્રાવેલસના ડ્રાઈવરનું ગાડી પરથી નિયંત્રણ છૂટી જતા તે જોશભેર બસની આગળની બાજુએ તેના જમણા ટાયર સાથે અથડાઈ હતી.

ટેમ્પોની જોરદાર ટક્કરને કારણે બેસ્ટની બસ ડાબી તરફ ફંટાઈ ગઈ હતી અને બસ સ્ટોપ પર ઊભા રહેલા પ્રવાસીઓ અને રાહદારીઓને અડફેટમાં લઈ લીધી હતી. આ એક્સિડન્ટમાં બસનું આગળનું પૈડું તૂટી ગયું હતું અને ગાડીનો સામનો કાચ પણ તૂટી ગયો હતો. બસને અડફેટમાં લીધા બાદ ટેમ્પો ટ્રાવેલરે રસ્તા પર ઊભી રહેલી ટેક્સી અને અન્ય એક ટુરિસ્ટ કારને પણ અડફેટમાં લીધી હતી. આ બંને ગાડીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

આપણ વાંચો: ચોમાસામાં લેન્ડિંગ સમયે કેમ થાય છે રનવે પર એક્સિડન્ટ?

આ ભીષણ એક્સિડન્ટમાં રસ્તે ચાલી રહેલો ૩૭ વર્ષનો શહાબુદ્દીનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. એ સિવાય ચાર લોકો ગંભીર રીતે જખમી થાય હતા, તેમના પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જખમીમાં ૩૦ વર્ષનો રાહુલ અશોક પડાલે, ૩૩ વર્ષનો રોહિત અશોક પડાલે, ૨૫ વર્ષનો અક્ષય અશોક પડાલે અને ૨૮ વર્ષની વિદ્યા રાહુલ મોતેનો સમાવેશ થાય છે.

જખમીઓ પર સાયન હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક્સિડન્ટની જાણ થતા જ શિવાજી પાર્ક પોલીસેઘટના સ્થળે પહોંચીને ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવરને તાબામાં લીધો હતો. મોડેથી ડ્રાઈવર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એક્સિડન્ટ બાદ બસની બસને આરટીઓ ટેસ્ટ માટે વડાલા ડેપોમાં લઈ જવામાં આવી હોવાનું બેસ્ટ ઉપક્રમે જણાવ્યું હતું.

શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેકશન વિલાસ દાતિરે જણાવ્યું હતું કે રવિવારે ઘટના સ્થળેથી ટેમ્પોના ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો હતો. એક્સિડન્ટની જાણ થયા બાદ પેટ્રોલિંગ કરી રહેલી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બેસ્ટના ડ્રાઈવર, કંડકટર સહિતના અધિકારીઓ સાથે જખમીઓને હૉસ્પિટલમાં પહોંચાડયા હતા. જખમી થયેલા લોકો બસની રાહ જોતા બસ સ્ટોપ પર ઊભા હતા અને તમામ લોકો વડાલામાં રહેતા હતા.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button