આમચી મુંબઈ

બે મહિના બાદ મધ્ય રેલવે પર દાદરનું એક નંબરનું પ્લેટફોર્મ નહીં જોવા મળે, આ છે કારણ…

મુંબઈ: મધ્ય રેલવેનું દાદર સ્ટેશન એ રેલવે નેટવર્કમાં સૌથી મહત્વનું સ્ટેશન બની ગયું છે, કારણ કે આ સ્ટેશન પર દરરોજ લાખો પ્રવાસીઓની અવરજવર જોવા મળે છે. હવે આ દાદર સ્ટેશનને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે દાદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ને પહોળું કરવાનું કામ ચાલી રહ્યું છે. જેને કારણે પ્લેટફોર્મ નંબર બેને બંધ કરવામાં આવશે. હવે તમે કહેશો કે એમાં નવું શું છે આ તો જૂની વાત છે. પણ ભાઈ મુદ્દાની વાત તો હવે આવી રહી છે અને આ મુદ્દાની વાત એટલે પ્લેટફોર્મની પહોળાઈ વધારવાનું કામ પૂરું થશે એટલે કે બે મહિના બાદ મધ્ય અને પશ્ર્ચિમ રેલવેના દાદર સ્ટેશનના તમામ પ્લેટફોર્મ નંબર બદલવામાં આવશે. આ નિર્ણયને કારણે દાદર સ્ટેશન પર પશ્ચિમ અને મધ્ય એમ બંને લાઈનના પ્લેટફોર્મ સિરીયલવાઈઝ થઈ જશે. હાલમાં જે રીતે મધ્ય રેલવે પર એકથી સાત નંબરના પ્લેટફોર્મ લોકલ ટ્રેન અને આઠથી અઢાર નંબર સુધીના પ્લેટફોર્મ પર લાંબા અંતરની ટ્રેનો માટે એલોટ કરવામાં આવ્યા એ જ રીતે દાદર રેલવે સ્ટેશન પર પણ થશે.

રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મધ્ય અને પશ્ર્ચિમ રેલવેનું દાદર સ્ટેશન એ એક જ ઠેકાણે આવેલું છે, પણ બંને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અલગ અલગ છે. હવે આવા સંજોગોમાં નવા કે પછી મુંબઈ બહારથી આવેલા પ્રવાસીઓ માટે આ અલગ અલગ પુણ સેમ નંબરના પ્લેટફોર્મને કારણે મુશ્કેલી ઊભી થતી હતી. પરિણામે પ્રવાસીઓની આ મુશ્કેલી ઓછી કરવા માટે અને દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં સંવાદિતા સધાય એ માટે બંને લાઈનના પ્લેટફોર્મને ૧થી ૧૫ એમ સળંગ પ્લેટફોર્મ નંબર આપવાનો નિર્ણય રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.

વધુમાં અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ રેલવેના પ્લેટફોર્મના નંબર જેમ છે એમ જ રહેશે, માત્ર મધ્ય રેલવેના પ્લેટફોર્મ નંબરને બદલવામાં આવશે. એટલે મધ્ય રેલવે પરનું એક નંબરના પ્લેટફોર્મનો નંબર બે મહિના બાદ બદલાઈ જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

Back to top button