આમચી મુંબઈટોપ ન્યૂઝ

ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ડિપોઝિટર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ તારીખથી…

મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપત ધ્યાનમાં આવતા બૅંક પર નિયંત્રણો લાદવામાં આવ્યાના કેટલાક દિવસ બાદ રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા આજે શરતો હળવી કરાઇ છે. ડિપોઝિટરોની હાલાકી જોતાં આરબીઆઇએ 27 ફેબ્રુઆરીથી તેમને પચીસ હજાર રૂપિયા ઉપાડવાની છૂટ આપીને થોડી રાહત આપી છે.

Also read : એકનાથ શિંદેને બીજો ફટકો! મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી રાજકીય હલચલ વધી…

આરબીઆઇ દ્વારા 13 ફેબ્રુઆરીથી મુંબઈની આ કો-ઓપરેટિવ બૅંક પર સર્વ સમાવિષ્ટ નિર્દેશો (એઇડ) લાદવામાં આવ્યા હતા, જેમાં ઉપાડ પર બંધીનો સમાવેશ હતો. બાદમાં આરબીઆઇ દ્વારા 12 મહિના માટે બૅંકના બોર્ડ ઓફ ડિરક્ટરોને સસ્પેન્ડ કર્યા હતા.

એના સિવાય આ સમયગાળા દરમિયાન બૅંકનું કામકાજ જોવા માટે પ્રશાસક તરીકે સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર શ્રીકાંતની નિયુક્તિ કરવામાં આવી હતી. ઉપરાંત તેમને સહાય કરવા માટે સલાહકારોની સમિતિની નિમણૂક કરાઇ હતી.

આજે આરબીઆઇએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રશાસક સાથે સલાહમસલત બાદ બૅંકની પ્રવાહિતાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી, બાદમાં ડિપોઝિટર દીઠ 27 ફેબ્રુઆરીથી પચીસ હજાર સુધી ઉપાડ કરવા દેવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ રાહત સાથે કુલ ડિપોઝિટરમાંથી પચાસ ટકા ડિપોઝિટરો તેમની સંપૂર્ણ બેલેન્સ ઉપાડી શકશે અને બાકી ડિપોઝિટર તેમના ડિપોઝિટ એકાઉન્ટમાંથી પચીસ હજાર રૂપિયા સુધી ઉપાડી શકશે. આ ઉપાડ માટે ડિપોઝિટરો બૅંકની બ્રાન્ચ તથા ચેનલનો ઉપયોગ કરી શકશે, પરંતુ ડિપોઝિટદીઠ પચીસ હજાર રૂપિયા જ એકત્રિત ઉપલબ્ધ બેલેન્સમાંથી જે પણ ઓછી રકમ હોય તે ઉપાડી શકશે, એમ આરબીઆઇ દ્વારા જણાવાયું છે.

Also read : બોગસ દસ્તાવેજો પર મોંઘી કારો ખરીદીને વિવિધ રાજ્યોમાં વેચનારી ટોળકી પકડાઈ

બૅંકની 28 બ્રાન્ચ છે, જે મોટે ભાગે મુંબઈ રિજનમાં છે. દરમિયાન આરબીઆઇ દ્વારા પ્રશાસકને સહાય કરવા સલાહકારોની સમિતિની નિયુક્તિ કરી છે, જે પચીસ ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવશે. આ સમિતિમાં હવે એસબીઆઇના ભૂતપૂર્વ જનરલ મેનેજર રવીન્દ્ર સપ્રા, સારસ્વત કો-ઓપ. બૅંકના ભૂતપૂર્વ ડેપ્યુટી સીજીએમ રવીન્દ્ર તુકારામ ચવાણ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આનંદ ગોલસનો સમાવેશ થાય છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button