આમચી મુંબઈ

મહારાષ્ટ્ર 2025માં ધોરણ 1 થી સીબીએસઈ અભ્યાસક્રમ શરૂ કરાશે, 2028 સુધીમાં તમામ ધોરણોમાં તેનો વિસ્તાર કરાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ જણાવ્યું હતું કે 2028 સુધીમાં રાજ્યમાં ધોરણ 12 સુધી સીબીએસઈનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે. રાજ્ય વિધાનસભાના બંને ગૃહોમાં નિવેદન આપતા ભૂસેએ જણાવ્યું હતું કે નવો અભ્યાસક્રમ 2025થી પહેલા ધોરણ માટે અમલમાં આવશે અને 2028માં ધોરણ 12 સુધીના તમામ વર્ગોને આવરી લેશે.

‘2026માં, ધોરણ 2, 3, 4 અને 6 આવરી લેવામાં આવશે, જ્યારે 2027માં ધોરણ 5, 7, 9 અને 11ને આવરી લેવામાં આવશે. 2028માં 8, 10 અને 12ને આવરી લેવામાં આવશે, એમ ભૂસેએ જણાવ્યું હતું.

નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ પહેલાના પાઠ્યપુસ્તકો બનાવવાનું કામ પ્રગતિમાં છે અને બાલભારતીને રાજ્ય શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમમાં જરૂરી ફેરફારો કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

‘નવો અભ્યાસક્રમ ફક્ત અંતિમ પરીક્ષાઓ પર જ નહીં, પરંતુ સતત અને વ્યાપક મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે વિદ્યાર્થીઓના સોફ્ટ સ્કિલના વિકાસમાં મદદ કરશે અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો પ્રસાર કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો : હાશકારો! ઉનાળાની તીવ્ર ગરમીથી બચાવવા થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પાયલોટ પહેલ

સીબીએસઈના અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ સારી રીતે તૈયારી કરવામાં મદદ કરશે,’ એમ તેમણે કહ્યું હતું. આ નિર્ણયની ટીકા થયા પછી આ નિવેદન આપવામાં આવ્યું હતું. જોકે, પ્રધાને આ નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે બાલભારતીના નવા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યવહારુ જ્ઞાન આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button