આમચી મુંબઈ
Mumbai Fire: મુંબઈના એન્ટોપ હિલમાં સિલિન્ડર વિસ્ફોટ, એકનું મોત
મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં સિલિન્ડર વિસ્ફોટની માહિતી જાણવા મળી છે. વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ બાદ ઘણી જગ્યાએ આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે બે સિલિન્ડર વિસ્ફોટ થયા હતા, જેમાં 70 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ ચાલુ છે.