તાવડેના કેશ ફોર વોટ કેસ બાદ સેલિબ્રિટીઓની ક્રિપ્ટીક પોસ્ટ્સ વાયરલ

મુંબઇઃ મહારાષ્ટ્રની ચૂંટણી આડે માત્ર ગણતરીના કલાકો બાકી હતા ત્યારે જ વિરારમાં બહુજન વિકાસ આઘાડી (BVA)ના કાર્યકરો દ્વારા ભાજપના નેતા વિનોદ તાવડે પર કેશ ફોર વોટનો આરોપ લગાવવામાં આવતા રાજકારણમાં હલચલ મચી ગઇ હતી.
BVA તરફથી વિનોદ તાવડે અને રાજન નાઈક સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી અને તાવડે તથા રાજન નાઇક સામે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે રાજકારણ ગરમાયું હતું અને રાજકીય વર્તુળોમાંથી ભાજપ પર આક્ષેપો થવા લાગ્યા હતા. ત્યાર બાદ આસમગ્ર પ્રકરણમાં સેલિબ્રિટીઓ પણકૂદી પડ્યા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
લેખક અરવિંદ જગતાપે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘આધ્યાત્મિક…. ભગવાનને પ્રસાદ ચાલે છે, વિનોદ નહીં’ સમજદાર કો ઇશારા કાફી હૈ એમ તેમનું આ વિધાન ઘણું જ સૂચક હતું. તેમની આ પોસ્ટ પર નેટીઝન્સે તરત જ તેમની પોસ્ટ પર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. કોઇનું પણ નામ દીધા વગર આ ઘટના પર સૂચક પ્રતિક્રિયા આપવાની તેમની શૈલી લાજવાબ હતી.
Also Read – ‘આ અવાજ મારી બહેનનો જ છે…’ બિટકોઈન ઓડિયો ક્લિપ્સ મામલે અજિત પવારનો દાવો
અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવતા હેમંત ઢોમેએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હેમંતે સીધા જ #konacha_gem_konala_fem #vasaivirar હેશટેગ ઉમેરી આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.
તેમની આ પોસ્ટને પણ હજારો શેર મળ્યા હતા.
કેશ ફોર વોટ મામલે વિનોદ તાવડેએ પણ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો અને ચૂંટણી પંચ પાસે નિષ્પક્ષ તપાસની માગ કરી હતી.