આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહિલા સાથે ક્રૂરતા: થાણે કોર્ટે પાંચ જણને નિર્દોષ છોડ્યા

થાણે: મહિલા સાથે ક્રૂરતા અને ગર્ભપાતના પ્રયાસના આરોપનો સામનો કરી રહેલા પાંચ જણને થાણે જિલ્લાની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે આરોપનામામાં પાંચેય જણ વિરુદ્ધ પુરાવાનો અભાવ છે.

એડિશનલ સેશન્સ જજ વસુધા એલ. ભોસલેએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે પુરાવા વિના આરોપનામું દાખલ કરવાથી કોર્ટમાં કેસ પડતર રહે છે અને કોર્ટનો સમય વેડફાય છે.

પુરાવા વિના આરોપનામું દાખલ કરવાથી અદાલતો પર દબાણ વધે છે. આવા વ્યવહારો બંધ કરી દેવાની જરૂર છે. આથી સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ આવી ઢીલી નીતિની તપાસ શરૂ કરવાની જરૂર છે. ચુકાદાની નકલ વધુ તપાસ માટે પોલીસ કમિશનરને મોકલવામાં આવે, એવું કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.

આપણ વાંચો: …એટલે જાણીતા સાઉથના અભિનેતાને મહિલાએ જાહેરમાં લાફાવાળી કરી, વીડિયો વાઈરલ…

કોર્ટે શાહરુમ ફકરે આલમ શેખ, ફકરે આલમ જૈતુલ આબદીન શેખ, નફિસા ફકરે આલમ શેખ, મરીમ ફકરે અને અલિયા ફકરે આલમ શેખને નિર્દોષ જાહેર કર્યા હતા.

તપાસકર્તા પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે પીડિત નજરાની મુલાકાત આરોપી શાહરુમ સાથે 2012માં થઇ હતી અને બાદમાં બંને રિલેશનશિપમાં રહેવા લાગ્યાં હતાં, જેને કારણે પીડિતા ગર્ભવતી બની હતી. આરોપીએ ગર્ભપાત કરવાનું સૂચવ્યું હતું અને તે પીડિતાને હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં મેડિકલ સ્ટાફે તેમને જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા એડવાન્સ સ્ટેજ પર હોવાથી તેઓ ગર્ભપાત નહીં કરી શકે.

દરમિયાન પીડિતાના ભાઇએ 19 સપ્ટેમ્બર, 2013ના રોજ બંનેને પોતાના ઘરે બોલાવ્યા હતા અને લગ્ન કરી લેવાનું કહ્યું હતું. એ જ દિવસે બંનેએ લગ્ન કરી લીધાં હતાં.

પીડિતાએ આરોપ કર્યો હતો કે સાસરિયાં તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. જાન્યુઆરી, 2014માં પીડિતાએ બાળકીને જન્મ આપ્યો હતો. જોકે તેને ત્રાસ આપવાનું ચાલુ જ રહ્યું હતું. (પીટીઆઇ)

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker