મહારાષ્ટ્રમાં 2025ના પાંચ મહિનામાં બાળકો વિરુદ્ધ અત્યાચારના 10,662 ગૂના નોંધાયા: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજ્ય વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે ચાલુ વર્ષના પાંચ મહિનામાં બાળકો વિરુદ્ધ ગુનાઓના 10,662 કેસ નોંધાયા છે. ગૃહ વિભાગનો હવાલો સંભાળતા ફડણવીસે એનસીપીના વિધાનસભ્ય કાશીનાથ દાતે અને અન્ય લોકોના સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી, જેમાં બાળકો, ખાસ કરીને છોકરીઓ વિરુદ્ધ ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે માર્ચ 2025 સુધીમાં છેડતીના 1,179 કેસ નોંધાયા છે. રાજ્યમાં 2021માં 2,626 છેડતીના કેસ, 2022માં 3,524, 2023માં 3,886 અને 2024માં 4,467 કેસ નોંધાયા હતા. મુખ્ય પ્રધાને તેમના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન, એકલા બુલઢાણા જિલ્લામાં 17 હત્યા અને 43 બળાત્કારના કેસ નોંધાયા છે.
અહિલ્યાનગરમાં 2023માં 137 બળાત્કાર અને 167 છેડતીના કેસ, 2023માં 153 બળાત્કાર અને છેડતીના કેસ અને 2024માં આવા 184 કેસ નોંધાયા છે.તેમણે એમ પણ કહ્યું હતું કે, આવા ગુનાઓનો સામનો કરવા માટે ખાસ કિશોર પોલીસ એકમોની રચના કરવામાં આવી છે, અને 20 પોક્સો અને 12 ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવી છે.