વિદ્યાર્થિનીનો પીછો કરીને વિનયભંગ કરવા બદલ યુવક સામે ગુનો…
થાણે: ભિવંડીમાં 12 વર્ષની વિદ્યાર્થિનીનો પીછો કરવા અને તેનો વિનયભંગ કરવા પ્રકરણે 22 વર્ષના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ભિવંડીમાં બળાત્કાર બાદ નવ વર્ષની બાળકીની હત્યા: નરાધમ પકડાયો
આરોપી સફીઉલ્લા મતીઉલ્લા અન્સારી વિરુદ્ધ શાંતિનગર પોલીસ સ્ટેશનમાં મંગળવારે ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
19 ઑક્ટોબરે શાળાના મેદાનમાં અન્સારીએ પ્રથમ વિદ્યાર્થિનીને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. ત્રણ દિવસ બાદ શાળામાં પરીક્ષા આપી વિદ્યાર્થિની તેની કાકી સાથે ઘરે જઇ રહી હતી ત્યારે અન્સારીએ તેનો પીછો કરીને તેની છેડતી કરી હતી.
વિદ્યાર્થિની કાકીએ અન્સારીના આ વર્તન સામે વાંધો ઉઠાવતાં તેણે તેમને ગાળો ભાંડી હતી અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો : છોકરીનો પીછો કરવાનો આક્ષેપ કરી મારપીટ કરવામાં આવતાં યુવકે ટ્રેન સામે ઝંપલાવ્યું
દરમિયાન વિદ્યાર્થિની અને તેના પરિવારજનોએ આ પ્રકરણે શાંતિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે અન્સારી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
(પીટીઆઇ)