વાશીમાં પુત્રની સંભાળને બહાને સામાજિક કાર્યકર સાથે દુષ્કર્મ કરનારા વિરુદ્ધ ગુનો
થાણે: વાશીમાં પુત્રની સંભાળ રાખવાની ખાતરી આપી 35 વર્ષની સામાજિક કાર્યકર સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવા બદલ પોલીસે ઉરણના રહેવાસી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
વાશી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી નીતિન ગાવંડ રાયગઢ જિલ્લાના ઉરણ સ્થિત અવરે ગામમાં રહે છે, જ્યારે પીડિતા નવી મુંબઈના વાશી સ્થિત કોપરીની રહેવાસી છે.
પોેલીસ ફરિયાદ અનુસાર આરોપીએ 2018માં મહિલા સાથે મિત્રતા કરી હતી અને તેના પુત્રની સંભાળ રાખવાની ખાતરી આપી હતી. આરોપીએ વિવિધ સ્થળે લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ કરતાં તે ગર્ભવતી બની હતી. મહિલાને ગર્ભપાત કરાવવા દબાણ પણ કરાયું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીએ મહિલા પાસેથી 50 હજાર રૂપિયાની હર્બલ દવાઓ ખરીદી હતી, પણ માત્ર 31,500 રૂપિયા ચૂકવ્યા હતા. મહિલાની ફરિયાદને આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 376, 376(2)(એન), 420, 313, 504 અને 506 હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)