આમચી મુંબઈ

અકસ્માતમાં બાઈકસવારના મૃત્યુ પછી રસ્તારોકો કરનારા 65 જણ વિરુદ્ધ ગુનો

થાણે: અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારના પરિવારજનોને વળતર ચૂકવવાની માગણી સાથે નવી મુંબઈમાં રસ્તારોકો કરનારા 65 જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.

ઉરણ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટના શનિવારે બની હતી. ઉરણ હાઈવે પર ટ્રેઈલર સાથેની ટક્કરમાં નવી મુંબઈના મોથીજુઈ ગામમાં રહેતા 40 વર્ષના બાઈકસવારનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો : કલ્યાણ બેઠકનું કોકડું ઉકેલાયું: શિંદે જૂથને બેઠક ફાળવાય તેવી શક્યતા

અકસ્માત બાદ 300 જેટલા ગામવાસીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા બાઈકસવારનો મૃતદેહ રસ્તાની વચ્ચે મૂકી ગામવાસીઓએ રસ્તારોકો કર્યું હતું. ટ્રેઈલરના માલિક પાસેથી વળતર અપાવવાની માગણી સાથે લગભગ ત્રણ કલાક સુધી રસ્તો જામ કરવામાં આવ્યો હતો. પરિણામે ઉરણ-પનવેલ હાઈવે પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

રસ્તારોકોને પગલે ઘટનાસ્થળે વધારાની પોલીસ બોલાવવામાં આવી હતી. દેખાવ કરનારાઓને સમજાવીને રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : શિવાજી પાર્કમાં જામશે ભાઇ-ભાઇ વચ્ચે રાજકીય જંગ?

દરમિયાન રસ્તારોકો કરવા પ્રકરણે ઉરણ પોલીસે રવિવારે આઠ વ્યક્તિ સહિત 57 અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 341, 141, 143, 145, 297 અને 188 તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button