આમચી મુંબઈ
થાણેમાં પાવરલાઇન નાખવાનું કામ અટકાવવા બદલ નવ સામે ગુનો

થાણે: થાણે જિલ્લાના એક ગામમાં પાવરલાઇન નાખવાનું કામ અટકાવવા બદલ નવ ગામવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
શિળ-ડાયઘર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોટેઘર ગામમાં શુક્રવારે આ ઘટના બની હતી. રોષે ભરાયેલા ગામવાસીઓના જૂથે શુક્રવારે પાવરલાઇન નાખવા માટે ખોદકામ માટે લવાયેલા જેસીબી પર પથ્થરમારો કર્યો હતો અને આત્મવિલોપનની ધમકી આપી હતી.
સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપન શિંદેએ જણાવ્યું હતું કે આ પ્રકરણે નવ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઇ હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)