આમચી મુંબઈમહારાષ્ટ્ર
બોઈસરમાં રેલવે પોઈન્ટ્સમેનની મારપીટ કરનારા વિરુદ્ધ ગુનો

પાલઘર: રેલ ક્રોસિંગ ગેટ બંધ થવાને કારણે આરોપીને ત્યાંથી પસાર થવા ન મળતાં તેણે રેલવે પોઈન્ટ્સમેનની કથિત મારપીટ કરી હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બની હતી.
જીઆરપીના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે બોઈસર પરિસરમાં આવેલા રેલવે ક્રોસિંગ ખાતે બની હતી. ટ્રેનનો સમય થતાં 31 વર્ષના રેલવે પોઈન્ટ્સમેને ગેટ બંધ કરી દીધો હતો. તે જ સમયે બાઈક પર ત્યાં આવેલા આરોપીએ ગેટ બંધ કરવા બદલ પોઈન્ટ્સમેન સાથે વિવાદ કર્યો હતો.
ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ઉગ્ર બોલાચાલી પછી આરોપી ફરિયાદીની કૅબિનમાં પ્રવેશ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. આ ઘટનામાં ફરિયાદીને ઇજા થઈ હતી. પોઈન્ટ્સમેનની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353, 504 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. (પીટીઆઈ)