ઠાકરે જૂથના વધુ એક કાર્યકર સામે ગુનો, જાણો શું છે મામલો?
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર ફેસબુક પર કથિત અશ્લીલ ટિપ્પણી કરવા મુદ્દે મુંબઈ પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. અંધેરીમાં રહેતી એક 56 વર્ષની મહિલાએ એક ફેસબુક એકાઉન્ટ પરથી અશ્લીલ ટિપ્પણી કરવામાં આવી હતી અને તે એકાઉન્ટ શિવસેના (યુબીટી) કાર્યકર્તાના નામે હતું. મહિલાની આ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ નોંધાવનારી મહિલા અંધેરી વિધાનસભાના ક્ષેત્ર માટે શિવસેના (શિંદે જુથ)ની કાર્યકર્તા હોવાનું જાણવા મળ્યું છે. મહિલાના જણાવ્યા મુજબ ઓનલાઈન ન્યૂઝ વાંચતી વખતે તેની નજર અશ્લીલ ટિપ્પણી પર પડી હતી, ત્યારબાદ તેને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટનો ઉદ્દેશ એક મહિલાની ગરિમાનું અપમાન કરવાનો હતો.
મુંબઈ પોલીસે મહિલાની ફરિયાદના આદારે આરોપીની સામે આઈપીસી (ઈન્ડિયન પીનલ કોડ)ની વિવિધ કલમ અન્વયે ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં ત્રણ દિવસમાં કાર્યકર્તાઓ સામે આ ત્રીજી ફરિયાદ નોંધી છે.
શનિવારે ડીલાઈરોડ ફ્લાયઓવરનું ગેરકાયદે રીતે ઉદ્ઘાટન કરવા બદલ સચિન આહિર અને સુનીલ શિંદે સાથે ઠાકરે જૂથના વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને જુથના કાર્યકર્તાઓ અને વિધાનસભ્યોની વચ્ચે શાબ્દિક લડાઈ વધતી જોવા મળી રહી છે અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના સ્મૃતિદિનના દિવસે પણ બંને જૂથોના કાર્યકર્તા અમને સામને આવતા એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા