કોવિડ રસીના મૃત્યુના આંકડા: સુપ્રીમ કોર્ટે અરજદારને પૂછ્યું – ‘તમે બ્રિટનના આંકડા પર વિશ્વાસ કરો છો, આપણી સરકારના નહીં?’

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અરજદારોને કહ્યું હતું કે તમે બ્રિટન દ્વારા જાહેર કરાયેલા ડેટા પર વિશ્વાસ કરો છો, પરંતુ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા પર નહીં. અરજીકર્તાઓએ દાવો કર્યો હતો કે અધિકારીઓએ કોવિડ વેક્સિનની પ્રતિકૂળ અસરોના કારણો મોતની ‘ચિંતાજનક રીતે સંખ્યા’ ઓછી બતાવી છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ એ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી જેમાં એ અરજી પણ સામેલ હતી જેમાં એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે 2021માં કોવિશિલ્ડ રસીનો પહેલો ડોઝ લીધા પછી બે મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એવો આરોપ લગાવાયો હતો કે રસીકરણ પછી બંને મહિલાઓને ગંભીર પ્રતિકૂળ અસરોનો સામનો કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
આપણ વાચો: કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
એક અરજીમાં અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોન્ઝાલ્વિસે જણાવ્યું હતું કે બ્રિટનમાં પણ આ રસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ભારતમાં બ્રિટનની સરખામણીમાં 30 ગણા વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. તેમણે રસી સાથે સંબંધિત મોતની સંખ્યાને ટાંકીને દાવો કર્યો હતો કે બ્રિટન જે પોતાનો ડેટા પારદર્શક રીતે મૂકી રહ્યું છે અને ભારત જે મૃત્યુના આંકડાઓને છૂપાવી રહ્યું છે. આ તફાવત એટલો મોટો છે તેમની વચ્ચે ચિંતાજનક વિસંગતતા હોવાનું જણાય છે.”
જસ્ટિસ નાથે પૂછ્યું હતું કે, “તમે માનો છો કે બ્રિટનની વેબસાઇટ પર તમામ આંકડાઓ યોગ્ય રીતે મુકવામાં આવ્યા છે અને તમારા દેશમાં આવું થયું નથી?” ગોન્ઝાલ્વિસે કહ્યું હતું કે બ્રિટનના આંકડાઓ સાચા લાગે છે પરંતુ તેને સુધારી શકાય છે. કોર્ટે કહ્યું હતું કે “તમે બ્રિટન સરકાર દ્વારા અપલોડ કરાયેલા ડેટા પર વિશ્વાસ કરો છો અને તમે આપણી સરકાર દ્વારા અપલોડ કરાયેલા ડેટા પર વિશ્વાસ કરતા નથી.”
આપણ વાચો: કોરોનાના નવા ‘સિંગાપોર વેરિઅન્ટ’ અંગે ICMR-NIV દ્વારા રાહતના સમાચાર: ગભરાવાની નહીં, સાવચેતીની જરૂર
ગોન્ઝાલ્વિસે કહ્યું હતું કે અરજદારોએ પ્રાર્થના કરી છે કે સરકારની સ્વતંત્ર નિષ્ણાત સંસ્થા તેની તપાસ કરે. તેમણે કહ્યું હતું કે હવે મારી પાસે ભારત સરકાર વિશે કંઈ કહેવાનું કોઈ કારણ નથી કારણ કે જે થઈ ગયું તે થઈ ગયું. તે તપાસને યોગ્ય છે. આ એટલું ગંભીર છે કે સરકારની સ્વતંત્ર એક ટીમ દ્વારા તેની તપાસ કરવી જરૂરી છે. હું આજ કહી રહ્યો છું.”
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ અરજીનો વિરોધ કર્યો અને કહ્યું હતું કે આ મુદ્દો પહેલાથી જ ઉકેલાઈ ગયો છે અને સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપી દીધો છે.



