આમચી મુંબઈ

સગીર દીકરીઓની જાતીય સતામણી કરનાર નરાધમ બાપને કોર્ટે ફટકારી આટલા વર્ષની કેદ

મુંબઈઃ પોતાની બે સગીર દીકરીની જાતીય સતામણી કરનાર 54 વર્ષીય નરાધમ પિતાને વિશેષ કોર્ટે છ વર્ષની કેદની સજા ફટકારી હતી અને કહ્યું હતું કે અપરાધ પિતા દ્વારા જ કરવામાં આવ્યો હોવાથી પીડિતાઓને લાગેલો આઘાત સમજી શકાય નહીં.

કોર્ટે મંગળવારના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે દીકરીઓ પિતાના હાથમાં પોતાને સુરક્ષિત અને ભયમુક્ત અનુભવ કરતા હોય છે, પરંતુ આ પ્રકારનું કૃત્ય પીડિતાઓના માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સચ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એકટ અને અન્ય કાયદાની કલમો હેઠળ આરોપી સામે કામ ચલાવવામાં આવ્યું હતું.

કોર્ટે નોંધ્યું હતું કે આ કૃત્યુ કર્યુ ત્યારે આરોપી પચાસ વર્ષનો હતો તેથી તે બરાબર સમજદાર હતો. તેણે પોતાની સાથે રહેતી 16 અને 17 વર્ષની દીકરીઓની જ જાતીય સતામણી કરી હતી. પિતા દ્વારા જ થયેલી સતામણીને કારણે પીડિતાઓને લાગેલા આઘાતનો અંદાજ લગાવી શકાય નહીં, એમ કોર્ટે કહ્યું હતું.

આરોપી જૂન, 2020થી પીડિતાઓની સતામણી કરી રહ્યો હતો, પણ તેમણે પોતાની માતાને ફેબ્રુઆરી, 2021માં બધી હકીકત કહી હતી. ત્યાર બાદ માતા ભાયખલા પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:મુંબઈ એરપોર્ટના ટોયલેટમાંથી મળ્યું મૃત નવજાતઃ પોલીસ દોડી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button