Shivaji Maharaj Statue Collapse: મહાયુતિમાં ભ્રષ્ટાચારે હદ પાર કર્યાનો ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર
મુંબઈ: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણે મહાવિકાસ આઘાડીના ત્રણેય મુખ્ય પક્ષોએ આક્રમક વલણ દાખવીને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
સોમવારે બપોરે સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે ઊભી કરવામાં આવેલી શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થયાની ઘટનાની ટીકા કરતા ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો હોવાનું કહ્યું હતું.
એનસીપી (શરદ પવાર જૂથ)ના અધ્યક્ષ શરદ પવાર, કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોળેની સાથે પત્રકાર પરિષદ યોજતા ઉદ્ધ ઠાકરેએ જણાવ્યું હતું કે શિવાજી મહારાજની પ્રતિમા તોફાની પવનોના કારણે તૂટી પડી હોવાનો સરકારે કરેલો બચાવ એ બેશરમીની હદ છે.
સરકારનો વિરોધ કરવા માટે મહાવિકાસ આઘાડી દ્વારા મુંબઈમાં હુતાત્મા ચોકથી ગેટ-વે ઑફ ઇન્ડિયા સુધી મોરચો કાઢવામાં આવશે, તેમ ઉદ્ધવે જણાવ્યું હતું.
આ ઉપરાંત ઉદ્ધવે માલવણમાં ભાજપના સાંસદ નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ વિશે કહ્યું હતું કે જે લોકો માલવણમાં મહાવિકાસ આઘાડીના મોરચામાં અડચણો ઊભી કરી રહ્યા છે તે લોકો શિવાજી મહારાજના દ્રોહી છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે સિંધુદુર્ગના રોજકાટ કિલ્લા ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરાયેલી શિવાજી મહારાજની પ્રતિમા અચાનક તૂટી પડી હતી. જેને પગલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.
Also Read –