વિવાદાસ્પદ IAS અધિકારી પૂજા ખેડકરની શારીરીક ખોડખાપણ અંગે ચોંકાવનારો ખુલાસો…

મુંબઈ: એક પછી એક વિવાદોમાં ફસાતી જતી પ્રોબેશનરી(ટ્રેની-શિખાઉ) IAS Pooja Khedkar વિશે વધુ એક ખુલાસો થયો છે. 2007માં પ્રાઇવેટ મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા વખતે પૂજાએ ફિટનેસ સર્ટિફિકેટ દાખલ કર્યું હતું, જેમાં તે કોઇપણ પ્રકારે દિવ્યાંગ કે શારીરીક ખોડખાપણ ધરાવતી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વાપરી રહેલી લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી
આ અંગે માહિતી આપતા પુણેની કાશીબાઇ નવલે મેડિકલ કૉલેજના ડાયરેક્ટર ડૉક્ટર અરવિંદ ભોરેએ જણાવ્યું હતું કે તેમણે અમારી પાસે સર્ટિફિકેટ દાખલ કર્યું હતું, જેમાં તે એનટી(નોમાડિક ટ્રાઇબ્સ-ભટકતી જાતિ) શ્રેણીમાં આવતી હોવાનું અને વણજારી(વણઝારા) સમાજની હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમણે જાતિ પ્રમાણપત્ર અને નોન-ક્રિમી લેયરનું સર્ટિફિકેટ પણ દાખલ કર્યું હતું.
પૂજા ખેડકરે તેમની પહેલાની કૉલેજના લિવિંગ સર્ટિફિકેટમાં તેમની જન્મ તારીખ 16 જાન્યુઆરી,1990 હોવાનું પણ ડૉક્ટર ભોરેએ જણાવ્યું હતું.
IAS પૂજા ખેડકરની માતાને કારણ દર્શક નોટિસ જારી, પિસ્તોલનું લાઇસન્સ રદ થઈ શકે છે
ઉલ્લેખનીય છે કે પૂજા ખેડકર પર ગેરરિતી આચરીને યુપીએસસીની પરિક્ષા પાસ કરી હોવાનો અને ખોટી રીતે પોતાને દિવ્યાંગ તેમ જ ઓબીસી શ્રેણીના ગણાવ્યા હોવાના આરોપ છે.
કેન્દ્ર સરકાર દ્વારા હવે આ મામલે પૂજા દ્વારા દાખલ કરવામાં આવેલા બધા જ સર્ટિફિકેટની ફેર-તપાસણી કરવામાં આવશે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. સૌપ્રથમ પૂજા પોતાની મોંઘીદાટ ઓડી કાર પર નિયમ વિરુદ્ધ લાલ બત્તી લગાવી અને જુનિયર કર્મચારીઓ પર જોહુકમી કરતા હોવાને પગલે વિવાદમાં સપડાયા હતા. જ્યાર બાદ અન્ય આરોપો તેમના પર લગાવવામાં આવ્યા હતા. એક બાદ એક પૂજાની મુશ્કેલીઓ વધતી જ જતી હોવાનું જણાય છે.