આમચી મુંબઈ

ગોખલે બ્રિજનું નિર્માણઃ આજે રાતના અમુક ટ્રેનો રદ રહેશે, ટ્રેનસેવાને થશે અસર

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ગોખલે રોડઓવર બ્રિજ (આરઓબી)ના નિર્માણ કાર્ય માટે આજે રાતના અપ એન્ડ ડાઉન હાર્બર લાઈન, સ્લો તથા ફાસ્ટ લાઈનની સાથે પાંચમી-છઠ્ઠી લાઈનમાં રાતના 1.40 વાગ્યાથી વહેલી સવારના 4.40 વાગ્યા સુધી મેજર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે અમુક ટ્રેન રદ રહેશે, જ્યારે અમુક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, લાંબા અંતરની અમુક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આજે રાતની રદ રહેનારી ટ્રેનોમાં રાતના 10.18 વાગ્યાની વિરાર-અંધેરી, અંધેરીથી સવારની 4.25 વાગ્યાની અંધેરી-વિરાર લોકલ, વસઈ રોડથી 11.15 વાગ્યાની વસઈ-અંધેરી લોકલ, અંધેરીથી સવારની 4.40 વાગ્યાની અંધેરી-વિરાર લોકલ, અંધેરીથી સવારની 4.05 વાગ્યાની અંધેરી ચર્ચગેટ અને ચર્ચગેટથી રાતના 12.31 વાગ્યાની ચર્ચગેટ પાર્લા લોકલ રદ રહેશે.


આંશિક રદ રહેનારી ટ્રેનમાં રાતના એક વાગ્યાની ચર્ચગેટ-બોરીવલી લોકલ બાંદ્રા સુધી દોડાવાશે, જ્યારે બોરીવલીથી સવારની 3.50 વાગ્યાની બોરીવલી-ચર્ચગેટ લોકલ બાંદ્રા સુધી દોડાવાશે. ઉપરાંત, વિરારથી સવારની 3.25 વાગ્યાની લોકલ પંદર મિનિટ મોડી ઉપડશે, બોરીવલીથી સવારની 4.05 વાગ્યાની ચર્ચગેટ લોકલ અને વિરારથી 3.35 વાગ્યાની વિરાર-બોરીવલી લોકલ અનુક્રમે પંદર-દસ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

સબર્બન સિવાય નોન-સબર્બન સેક્શનમાં બરૌની-બાંદ્રા અવધ એક્સપ્રેસ બોરીવલીમાં 45 મિનિટ રોકવામાં આવશે, જેથી બાંદ્રા ટર્મિનસ કલાક પછી પહોંચશે. ગાઝીપુર બાંદ્રા ટર્મિનસ ટ્રેન બોરીવલીમાં 30 મિનિટ અને ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સુરત-બોરીવલી સેક્શનમાં 30 મિનિટ રોકવામાં આવશે, જેથી મુંબઈ સેન્ટ્રલ આ ટ્રેન 30 મિનિટ મોડી પહોંચશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button