MVAના કાર્યકાળમાં ફડણવીસ અને શિંદે સામે કાવતરું ઘડાયાનો દરેકરનો આક્ષેપ
નાગપુર: ભાજપના વિધાનપરિષદના સભ્ય પ્રવીણ દરેકરે મંગળવારે વિધાન પરિષદમાં એવો આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ત્યારના પ્રધાન એકનાથ શિંદેને ખોટા કેસમાં ફસાવવા માટે ત્યારની મહાવિકાસ આઘાડીની સરકારે કાવતરું ઘડ્યું હતું. તે સમયે ભાજપના વિધાનસભ્ય દેવેન્દ્ર ફડણવીસ વિપક્ષી નેતા હતા. જ્યારે શિંદે તો એમવીએ સરકારના પ્રધાન હતા અને નગરવિકાસ ખાતું સંભાળતા હતા. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની એમવીએની સરકારનું પતન થયા બાદ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકાર રાજ્યમાં આવી હતી.
Also read: દેવેન્દ્ર ફડણવીસ નરેન્દ્ર મોદી અજિત પવાર અમિત શાહ
પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશનના માધ્યમથી વિધાન પરિષદમાં ઉપરોક્ત માહિતી આપતાં તેમણે એવી માગણી કરી હતી કે આ કથિત કાવતરાની તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) નિયુક્ત કરાવવાની માગણી કરી હતી.
કેબિનેટ પ્રધાન શંભુરાજ દેસાઈએ મહાયુતિ સરકારવતી બોલતાં કહ્યું હતું કે દરેકર દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા મુદ્દા ગંભીર ચે અને ગૃહને એવી માહિતી આપી હતી કે સિનિયર આઈપીએસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ એસઆઈટીનું ગઠન કરવામાં આવશે.