આમચી મુંબઈ

પ્રીમિયમ ૧૫ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની વિચારણા

હાઉસિંગ સોસાયટીઓ માટે સરકારી જમીનની ફાળવણી

મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીન મુક્ત કરવા માટેનું પ્રીમિયમ ૧૫ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવે તેવી સંભાવના છે. અલબત્ત આ રાહત – છૂટ સેલ્ફ રિડેવલપમેન્ટમાં જતી હાઉસિંગ સોસાયટીઓ પૂરતી મર્યાદિત રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ આપેલી માહિતી અનુસાર મહેસૂલ વિભાગ આ દરખાસ્ત પર કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં આ દરખાસ્ત મંજૂરી માટે પ્રધાન મંડળ સમક્ષ આવશે.

રાજ્ય સરકારે ફેબ્રુઆરીમાં આ યોજના

બે વર્ષ માટે માર્ચ ૨૦૨૪ સુધી વધારી હતી. આ યોજના હેઠળ લીઝ અથવા શરતી માલિકી હેઠળ સરકારી પ્લોટની ફાળવણી મેળવનાર ભાડુઆત રેડી રેકનર દરના ૧૫ ટકા ચૂકવી એ જમીનની માલિકી મેળવી શકે છે. જોકે, આ પ્રીમિયમ ઘટાડી પાંચ ટકા કરવાનો આગ્રહ સરકાર સમક્ષ કરવામાં આવી રહ્યો હતો. આ મુદ્દો ભાજપના વિધાનસભ્યોએ ઉઠાવ્યો હતો. જોકે, મહેસૂલ વિભાગ આ નિર્ણયની તરફેણમાં નથી, કારણ કે એનાથી મહેસૂલની આવકને મોટો ફટકો પડશે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સરકારે પ્રીમિયમ ઘટાડી ૧૫ ટકા તો કરી જ નાખ્યું છે. એ ઘટાડી પાંચ ટકા કરવું એટલે સરકારી મિલકત પાણીના ભાવે આપવા બરાબર થાય.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button