‘કોંગ્રેસ-મુક્ત ભારત’ નહીં પણ ‘કોંગ્રેસ-યુક્ત ભાજપ’: સપકાળનો શાસક પક્ષ પર કટાક્ષ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે મંગળવારે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહાર કરતા કહ્યું કે દેશને ‘કોંગ્રેસ-મુક્ત’ બનાવવાના દાવા સામે, ભાજપ પોતે જ તેમના પક્ષના નેતાઓને લલચાવીને ‘કોંગ્રેસ-યુક્ત’ બની રહી છે.
તેમણે ભાજપ પર કોંગ્રેસના નેતાઓને પક્ષ બદલવા માટે ડર અને લોભની યુક્તિઓનો ઉપયોગ કરવાનો આરોપ જાલનામાં પત્રકારોને સંબોધતાં લગાવ્યો હતો.
આપણ વાંચો: રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રતિકારને સપકાળે ‘ધ્યાન વિચલિત કરવાના ધમપછાડા’ ગણાવ્યા
જાલનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય કૈલાશ ગોરંટ્યાલે રવિવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનો સંકેત આપ્યો હતો તેના પગલે સપકાળની આ ટિપ્પણી આવી છે. ગોરંટ્યાલે મંગળવારે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (એમપીસીસી)ના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
‘ભાજપ કોંગ્રેસને તોડવા માટે ધાકધમકી અને લાલચની યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યું છે તે શરમજનક છે. આ ફક્ત એ જ સાબિત કરે છે કે ભાજપ નેતૃત્વના સંકટનો સામનો કરી રહ્યું છે,’ એમ સપકાળે કહ્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખપદનો કાર્યભાર સંભાળતા સપકાળેએ કરી મોટી વાત…
‘અત્યારે જે જોવા મળી રહ્યું છે કે ‘કોંગ્રેસ-મુક્ત ભારત’ નથી જેવો ભાજપ દાવો કરે છે, પરંતુ ‘કોંગ્રેસ-યુક્ત ભાજપ’ છે,’ એમ તેમણે ઉમેર્યું હતું. 2024 ની વિધાનસભા ચૂંટણીમાં, ગોરંટ્યાલને શિવસેનાના અર્જુન ખોતકરે જાલના બેઠક પરથી હરાવ્યા હતા. બાદમાં તેમણે કોંગ્રેસના નેતાઓ પર ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને ટેકો ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
સપકાળે કહ્યું કે કોંગ્રેસ છોડી દેનારાઓ પાયાવિહોણા આરોપો લગાવે છે. પ્રદેશ કોંગ્રેસના વડાએ એવી અટકળોને રદિયો આપ્યો હતો કે પાર્ટીના અનુભવી નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ ભાજપમાં જોડાવાની યોજના બનાવી રહ્યા છે.
‘આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી. આ અફવાઓ છે. પાર્ટીએ ચવ્હાણને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી છે,’ એમ તેમણે કહ્યું હતું.