મહારાષ્ટ્રના નાંદેડના સાંસદ Vasantrao Chavanનું નિધન, હૈદરાબાદમાં ચાલી રહી હતી સારવાર…

મુંબઇ: મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ અને દિગ્ગજ નેતા વસંતરાવ ચાવનનું(Vasantrao Chavan) બીમારી બાદ નિધન થયું છે. તબિયત બગડતા તેમને હૈદરાબાદ સ્થિત ક્રીમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે રાત્રે તેમની તબિયત લથડી હતી અને સોમવારે સવારે તેમનું અવસાન થયું હતું.
ડોક્ટરોની સલાહ પર હૈદરાબાદ ખસેડવામાં આવ્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમણે સોમવારે સવારે 4 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વસંતરાવ ચાવનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં શરૂઆતમાં તેમની તબિયત બગડતાં નાંદેડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમા થોડો સમય સારવાર કરવામાં આવી હતી. પરંતુ પછી ડોક્ટરોની સલાહ પર તેમને હૈદરાબાદ ખસેડવામાં આવ્યા હતા.
વસંતરાવ ચાવન રાજકીય કારકિર્દી કેવી હતી?
વસંતરાવ ચાવન ગણના મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. તેઓ વર્ષ 2009માં નાયગાંવ વિધાનસભા બેઠક પરથી જીતીને પ્રથમ વખત મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ આ ચૂંટણી અપક્ષ તરીકે લડ્યા હતા અને જીત્યા હતા. આ પછી તેમનું રાજકીય કદ વધતું રહ્યું. તેઓ સપ્ટેમ્બર 2014માં કોંગ્રેસમાં જોડાયા હતા અને પાર્ટીમાં જોડાતા પહેલા મે મહિનામાં જ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીમાં તેમની નિમણૂક કરવામાં આવી હતી. 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ નાયગાંવ બેઠક પરથી જીત્યા હતા.
1978માં નાયગાંવ ગામના સરપંચ બન્યા હતા
2024 માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વસંતરાવ નાંદેડ લોકસભા બેઠક પરથી 59442 મતોથી જીત્યા હતા. તેમણે ભાજપના ચીખલીકર પ્રતાપરાવ ગોવિંદરાવને હરાવ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં એવા થોડા નેતાઓમાંના એક હતા જેમને ડાઉન ટુ અર્થ ગણવામાં આવતા હતા. વસંતરાવ ચવ્હાણ પ્રથમ વખત 1978માં તેમના નાયગાંવ ગામના સરપંચ બન્યા હતા. તેમના નિધનને મહારાષ્ટ્ર કોંગ્રેસ માટે મોટી ખોટ તરીકે જોવામાં આવી રહી છે.