આમચી મુંબઈ

હવે કોંગ્રેસની 21 મેના રોજ મહારાષ્ટ્રમાં ‘ત્રિરંગા યાત્રા’

મુંબઈ: કોંગ્રેસ દ્વારા 21 મેના રોજ મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ‘ત્રિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવશે, જે ઓપરેશન સિંદૂરની સફળતાને યાદ કરવા અને મહાત્મા ગાંધી અને પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સહિત તમામ ‘શહીદો’ને સમર્થન વ્યક્ત કરવા માટે કરવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે પણ મોદી સરકાર પાસેથી લશ્કરી મુકાબલા વચ્ચે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ કરાર કરવા બદલ સ્પષ્ટતા માગી હતી.

આપણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી શરુ થશે ‘હર ઘર તિરંગા અભિયાન’

ઉલ્લેખનીય છે કે, ભાજપે ઓપરેશન સિંદૂરની સફળતાને યાદ કરવા માટે ત્રિરંગા યાત્રાઓનું આયોજન કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button