ચૂંટણી હારનારા નિકમ (Ujjwal Nikam)ની આ પદે કરી નિમણૂક, વિપક્ષનો વિરોધ
મુંબઈ: 26/11ના આતંકવાદી હુમલાનો કેસ લડનારા સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમ (Ujjwal Nikam)ની વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયનો વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
ઉજ્જવલ નિકમ હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. હવે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વના કેસો માટે વિશેષ સરકારી વકીલ તરીકે તેમની નિમણૂંક કરતા વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ નોંધાવવાાં આવ્યો છે. આમ કરવાથી એક ખોટો દાખલો બેસાડવામાં આવી રહ્યો હોવાનું વિપક્ષનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી લડતા પહેલા તેમણે મહારાષ્ટ્રના વિશેષ સરકારી વકીલ તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ચૂંટણીના બે અઠવાડિયા પહેલા જ નિકમના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું. ઉત્તર-મધ્ય મુંબઈથી કૉંગ્રેસના વર્ષા ગાયકવાડ સામે ચૂંટણી હાર્યાના દસ જ દિવસ બાદ તેમની ફરીથી વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. લગભગ 17 જેટલા કેસમાં તેમને વિશેષ સરકારી વકીલ તરીકે નિમવામાં આવ્યા હતા.
જોકે તેનો વિરોધ વ્યક્ત કરતા મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે ઉજ્જવલ નિકમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને હવે તે ભાજપ પક્ષના સભ્ય છે. નિકમની વિશેષ સરકારી વકીલ તરીકે ફરી નિમણૂંક કરીને એક ખોટો દાખલો બેસાડવામાં આવી રહ્યો છે. અમે આનો વિરોધ કરીએ છીએ અને સરકાર આ બાબતે ફેર વિચાર કરે તેવી માગણી કરીએ છીએ.
આ મામલે ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું કે પોલીસ અને પીડિતોએ કરેલી વિનંતીને પગલે મને 17 કેસ સોંપવામાં આવ્યા છે. હું આરોપીઓ અને ગુનેગારો વિરુદ્ધ લડતો આવ્યો છું. શું વિપક્ષ ગુનેગારો સાથે ઊભો છે અને તેમના હિતોનું રક્ષણ કરી રહ્યો છે? હું ફક્ત એક જ વકીલ નથી, જે રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોવ. ઘણા જાણીતા વકીલ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા હોવા છતાં સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલ તરીકે હાજર થાય છે.