મેટ્રો સ્ટેશનના નામ: કોંગ્રેસે ભાજપ પર વરસી પડી

મુંબઈ : કોંગ્રેસના મુંબઈ એકમે મંગળવારે એક્વા લાઇન પર ઘણા મેટ્રો સ્ટેશનોના નામકરણ બાબત વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા મહારાષ્ટ્રની મહાન વિભૂતિઓનું અપમાન કરવામાં આવ્યું છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સિદ્ધિવિનાયક, મહાલક્ષ્મી, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને આચાર્ય અત્રે ચોક સહિતના મેટ્રો સ્ટેશનના નામની આગળ વિવિધ કંપનીઓના નામ મૂકવામાં આવ્યા છે.
આપણ વાચો: હવે, આ કારણસર નવી મુંબઈ મેટ્રોના સેન્ટ્રલ પાર્ક સ્ટેશનને મળ્યું નવું નામ
વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે નહેરુ સાયન્સ સેન્ટર નજીકના સ્ટેશનનું નામ માત્ર સાયન્સ સેન્ટર રાખવાના નિર્ણયની ટીકા કરી ભારતના પ્રથમ વડા પ્રધાનના વારસાને ભૂંસી નાખવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
ભાજપ પર લોકોની ભાવના અવગણી કોર્પોરેટ હિતોને પ્રોત્સાહન આપવાનો આરોપ ભાજપ પર મૂકી તેમણે જણાવ્યું હતું કે ભગવા પક્ષનું મહારાષ્ટ્ર વિરોધી વલણ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પ્રત્યે અનાદર સહન નહીં કરવામાં આવે. સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશન નજીક પોસ્ટરો સાથે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. (પીટીઆઈ)



