ચૂંટણીમાં ‘મત ચોરી’નો દાવો: કૉંગ્રેસનું રસ્તા રોકોચૂંટણી પંચે વિશ્વસનીયતા ગુમાવી દીધી છે: સપકાળ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસે શુક્રવારે ભાજપ અને ચૂંટણી પંચ (ઈસી) પર હુમલો વધુ તીવ્ર બનાવ્યો હતો અને મુંબઈમાં ‘રાસ્તા રોકો’ કરીને, સત્તાધારી ગઠબંધન પર ચૂંટણી પંચની મદદથી ‘મત ચોરી’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
પાર્ટીના મહારાષ્ટ્ર એકમના વડા હર્ષવર્ધન સપકાળની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ટ્રાફિક રોક્યો હતો અને ચૂંટણી પંચ અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને કારણે એક કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ થયો હતો.

આ અગાઉ તિલક ભવનમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, સપકાળે કહ્યું હતું કે ચૂંટણી પંચે ‘વિશ્ર્વસનીયતા સંપૂર્ણપણે ગુમાવી દીધી છે’ અને તે ભાજપના ‘દલાલ અથવા હિમાયતી’ તરીકે વર્તી રહ્યું છે. તેમણે વધુમાં એવો સવાલ કર્યો હતો કે ચૂંટણી પંચને બદલે શાસક પક્ષ સંસદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આરોપોનો જવાબ કેમ આપી રહ્યો છે.

ગાંધીએ શુક્રવારે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને ‘સંસ્થાકીય ચોરી’ ગણાવી હતી અને એવો દાવો કર્યો હતો કે ગરીબોના મતદાન અધિકાર છીનવી લેવાના ઉદ્દેશથી ચૂંટણી પંચ ભાજપ સાથે ‘ખુલ્લી રીતે સાંઠગાંઠ’ કરી રહ્યું છે જેથી આ ‘ચોરી’ થઈ શકે.

સપકાળે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ દસ્તાવેજી પુરાવાઓ સાથે ખુલ્લું મૂક્યું છે કે ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીમાં કેવી રીતે છેડછાડ કરી. ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવા અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ એસઆઈઆરની નિમણૂક કરવાને બદલે, સરકાર ગાંધી પર વ્યક્તિગત હુમલો કરી રહી છે.’
આ પણ વાંચો…મત-ચોરીના આરોપો: રાહુલ ગાંધીને શરદ પવારની મોટી સલાહ…

તેમણે એવો નિર્દેશ કર્યો હતો કે ચૂંટણી આચારસંહિતાના નિયમો 1960ની જોગવાઈઓ 17, 18 અને 19 હેઠળ જો કોઈ ઔપચારિક વાંધો ઉઠાવવામાં આવે તો તપાસનો આદેશ આપવામાં આવે છે. ‘ચૂંટણી પંચે કાર્યવાહી કેમ નથી કરી? આ મૌન કેમ?’ એવો સવાલ પણ સપકાળે કર્યો હતો.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કરતા, કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, ‘તેઓ મુખ્ય પ્રધાન (ચીફ મિનિસ્ટર) નથી, પરંતુ ‘ચીફ મિનિસ્ટર’ છે, જે એક કપટી ડિજિટલ લોકશાહીના પ્રતિનિધિ છે. તેમણે જે રીતે રાહુલ ગાંધી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને શાબ્દિક હુમલો કર્યો તે શક્તિ નથી, પરંતુ ઘમંડની દુર્ગંધ દર્શાવે છે.’
આ પણ વાંચો…રાહુલ ગાંધીનું મગજ ચોરાઈ ગયું છે: ફડણવીસ

તેમણે ભાજપ પર ‘દરેક સમયે ચૂંટણી પંચનો બચાવ કરવા ઉતાવળ કરવાનો’ આરોપ પણ લગાવ્યો હતો, જેના પરથી ચૂંટણી પંચ અને શાસક પક્ષ વચ્ચે ‘ઊંડા મૂળિયાંવાળી સાંઠગાંઠ’ હોવાનો સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન ક્યારેય વાંધો ઉઠાવ્યો ન હોવાના ભાજપના વળતા આરોપનો જવાબ આપતા સપકાળે સ્પષ્ટતા કરી હતી કે વાંધો, હકીકતમાં, મતદાન દરમિયાન અને પછી બંને સમયે ઉઠાવવામાં આવ્યા હતો.
‘હારેલા ઉમેદવારોએ ઉચ્ચ અદાલતોમાં અરજીઓ દાખલ કરી છે. ચૂંટણી પંચને પુરાવા પણ સુપરત કરવામાં આવ્યા છે. આ પ્રચાર માત્ર ભાજપનો ગુંચવાડો ફેલાવવાનો પ્રયાસ છે,’ એમ તેમણે કહ્યું હતું. કોંગ્રેસે કથિત ‘મત ચોરી’નો પર્દાફાશ કરવા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે, જેમાં રેલીઓ, કૂચ અને વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે.
પાર્ટીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સ્વતંત્ર તપાસ શરૂ ન થાય અને જવાબદારી નક્કી ન થાય ત્યાં સુધી તે તેમનું અભિયાન ચાલુ રહેશે.
આ પણ વાંચો…રાહુલ ગાંધીનો વધુ એક ઘટસ્ફોટ; ચૂંટણી પંચ પર દેશદ્રોહના આરોપ લગાવ્યા